Western Times News

Gujarati News

શ્રી એકલિંગજી પ્રગતિ મંડળ મોડાસા આયોજીત ૨૨માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ફાગણ વદ ચૌદસના દિવસે રાજસ્થાનના મૂળ એકલિંગજી મંદિરમાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. સમગ્ર દેશ અને રાજ્ય મા જ્યાં જ્યાં મેવાડા બ્રાહ્મણો વસે છે ત્યાં ત્યાં પણ આ દિવસે ધામધૂમથી દાદા ના પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે.

સમગ્ર રાજ્યમા બ્રહ્મ સમાજ દ્વારા એકલિંગજી દાદા ના પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં એકલિંગજી પ્રગતિ મંડળ આયોજીત ૨૨ મા પાટોત્સવ ની ગાયત્રી પરિવાર કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ સમાજના અગ્રણીઓ અને દંપતી યજમાનોએ ઉત્સાહ ભેર પૂજામા ભાગ લીધો હતો સવારે ૯ કલાકે પૂજાનો પ્રારંભ થયો હતો અને સાંજે ચાર કલાકે પૂર્ણા હૂતિ થઈ હતી .

સૌ સભ્યોએ પૂજા અર્ચના કરી દાદા ની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. પાટોત્સવ ની ઉજવણી પછી મંડળ ના સૌ સભ્યોએ પરિવાર સાથે મહાપ્રસાદ નો લાભ લીધો હતો.આ પ્રસંગે એકલિંગજી પ્રગતિ મંડળના પ્રમુખ, મંત્રી, સહમંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી તથા કારોબારી સભ્યો અને એકલિંગજી પ્રગતિ મંડળની મહિલા પાંખ હોદ્દેદાર બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .

એકલિંગજી પ્રગતિ મંડળ ના પ્રમુખ આશિષ ત્રિવેદી એ ભોજન પ્રસાદ દાતા અનસૂયાબેન પદ્યુમન ભાઈ જોષી પરિવાર, ફળાહાર આજીવન દાતા અરવિંદભાઈ આનંદીલાલ પંડ્‌યા અને પૂજાપાના આજીવન દાતા હર્ષદભાઈ મોહનલાલ ત્રિવેદીનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. અને દરવર્ષે ભવ્ય ઉજવણી થાય એવો અનુરોધ કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.