Western Times News

Gujarati News

બાંગ્લાદેશ અને શ્રીલંકાએ UAEમાં રમવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી, ક્રિકેટ જગતમાં મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતો એશિયા કપ આ વર્ષે રમાવાનો છે. જાેકે હવે આ ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. વાસ્તવમાં, અગાઉ ૨૦૨૩ એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ BCCIએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. Sri Lanka and Bangladesh Cricket Board refused to play Asia Cup in UAE

આ પછી ટૂર્નામેન્ટ UAEમાં યોજાવાની આશા હતી, પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, શ્રીલંકા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ યુએઈમાં એશિયા કપ રમવાનો ઈન્કાર કરી રહ્યા છે.

બંને ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે જાે એશિયા કપ UAEમાં યોજાશે તો તેમના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. રિપોર્ટ અનુસાર, ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા બાદ PCB ૨૦૨૩ એશિયા કપ પાકિસ્તાન અને UAEમાં કરાવવા ઈચ્છે છે.

પરંતુ સપ્ટેમ્બરની ગરમીને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ UAEમાં મેચો રમવા માટે સહમત ન હતા. આવી સ્થિતિમાં હવે આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાેકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે જાે તેઓ એશિયા કપના યજમાન ન હોય તો તેઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે. શ્રીલંકા ક્રિકેટ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે UAEમાં એશિયા કપ રમવા પાછળ સપ્ટેમ્બર મહિનાની ગરમીનો ઉલ્લેખ કર્યો છે.

જાે કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પછી પીસીબીએ દલીલ કરી છે કે સપ્ટેમ્બરમાં ત્યાં કેટલીક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દુબઈની મુલાકાતે ગયેલા PCB વડા નજમ સેઠીએ BCB અને SLC અધિકારીઓ સાથેની તેમની બેઠકમાં જણાવ્યું હતું કે ૫૦-ઓવરનો એશિયા કપ ૨૦૧૮માં ૧૫ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો, જેના માટે BCCI નિયુક્ત યજમાન હતું. તેણે એમ પણ કહ્યું કે એશિયા કપ ત્યાં ૨૭ ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર સુધી ૨૦-૨૦ ફોર્મેટમાં યોજાયો હતો. રિપોર્ટ અનુસાર, PCB પાકિસ્તાન-UAEના હાઇબ્રિડ મોડલ માટે દબાણ કરી રહ્યું છે, જેમાં નિષ્ફળ જવાથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.