ઓન-લાઇન સેફ્ટી બિલનો શ્રીલંકાના વિપક્ષોનો વિરોધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/02/Untitled-1-copy-18.jpg)
કોલંબો, શ્રીલંકાની સંસદમાં વિવાદાસ્પદ બની રહેલું, ‘ઓન-લાઇન સેફ્ટી બિલ’ પસાર થઈ ગયું છે. આ વિધેયકનો વિપક્ષોએ ઉગ્ર વિરોધ કરતાં જણાવ્યું હતું કે, તેથી અભિવ્યક્તિની આઝાદી પર બંધન આવશે. આ અંગે શ્રીલંકાની સંસદની સંચાર વિભાગની ઓફિસે જણાવ્યું હતું કે અધ્યક્ષ મહીંદા થમા અબેથીવર્ધનેએ તે વિધેયક ઉપર પોતાના હસ્તાક્ષર કરી વિધેયકને પ્રમાણિત કર્યું હતું.
આ પૂર્વે આ વિધેયક પસાર ન કરવા દેશમાં અને વિદેશમાંથી પણ અધ્યક્ષ ઉપર દબાણ થઈ રહ્યું હતું છતાં તે વિધેયક પસાર થઈ ગયું છે, અધ્યક્ષે જ તેની ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ નવું વિધેયક ‘ઓન-લાઇન સેફ્ટી કમિશન’ને તેણે સ્થાપેલા નિયમોનો ભંગ કરવા બદલ સજા કરવાની પણ સત્તા આપે છે. તે પ્રમાણે જાે તે નિયમોનો ભંગ કરનાર કસૂરવાર ઠરે તો તેને પાંચ લાખ શ્રીલંકન રૂપિયા સુધીનો દંડ અને પાંચ વર્ષ સુધીની જેલની સજા કરવાની સત્તા આપે છે.
સહજ છે કે, આથી આ વિધેયક કાયદો બને તે સામે દેશમાં અને વિદેશમાં વિરોધ થાય જ. કારણ કે તે અભિવ્યકિતની આઝાદી પર બંધન મુકે છે.
વિપક્ષોએ આ વિધેયકનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આથી વિદેશી મૂડીરોકાણોમાં પણ અવરોધ આવશે.
આ સાથે તેઓએ કહ્યું હતું કે, તેઓ સત્તા પર આવશે ત્યારે તે કાનૂન દૂર કરવામાં આવશે. SS2SS