અભિનેત્રી હેમા માલિની પર શ્રીદેવીએ કટાક્ષ કર્યો હતો
મુંબઈ, શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેની ફિલ્મો અને ગીતો આજે પણ દર્શકો પર છવાયેલા છે. લગભગ ૫૦ વર્ષની પોતાની કારકિર્દીમાં, તેણે બાળ કલાકારથી લઈને બાળકોની ‘મમ્મી’ સુધીની વિવિધ ભૂમિકાઓમાં ઘણી અદ્ભુત ફિલ્મો આપી છે.
શ્રીદેવી પોતાની સુંદરતાથી પણ બધાનું દિલ જીતી લે છે. તેની સાથે જ શ્રીદેવીનો બેબાક અંદાજ ફેન્સને દીવાના બનાવી દેતી હતી. જો કે, એકવાર તેમના એક નિવેદનમાં તેમણે તેમની ખાસ મિત્ર હેમા માલિની વિશે કંઈક કહ્યું હતું, જેના કારણે ભારે હોબાળો થયો હતો.
જોકે તેણે પોતાના નિવેદનમાં નિર્દેશક હેમા માલિનીનું નામ લીધું નહતું. જણાવી દઈએ કે શ્રીદેવી અને હેમા માલિની ૮૦ના દાયકાની દમદાર એક્ટ્રેસમાંથી એક છે.
એક સમયે બંને સુંદરતા અને અભિનયના મામલે એકબીજાને ટક્કર આપતા હતા. તે જ સમયે, બંનેએ એકબીજા સાથે સારો બોન્ડ પણ શેર કર્યો હતો. જોકે, ધર્મેન્દ્ર સાથેના હેમા માલિનીના અફેર પર તેણે કટાક્ષ કર્યો ત્યારે તેમના બોન્ડિંગને થોડી ઠેસ પહોંચી હતી. શ્રીદેવીએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હેમા માલિની તેની સારી મિત્ર છે. પરંતુ શ્રીદેવી ક્યારેય પરિણીત પુરુષને ડેટ કરશે નહીં કે લગ્ન કરશે નહીં.
તેણે વર્ષ ૧૯૮૪માં ‘સ્ટારડસ્ટ’ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વાત ત્યારે થઈ જ્યારે એક તરફ શ્રીદેવીનું નામ જીતેન્દ્રની સાથે જોડવામાં આવ્યુ હતું. બીજી તરફ, પરિણીત એક્ટર મિથુન ચક્રવર્તી સાથે તેના અફેરની અટકળો ચાલી રહી હતી.
વાતચીતમાં શ્રીદેવીએ પોતાના સિક્રેટ અફેર વિશે પણ ખુલીને વાત કરી હતી. એ જ ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે શ્રીદેવીને પૂછવામાં આવ્યું કે તેની મિત્ર હેમા માલિની એક પરિણીત પુરુષને ડેટ કરી રહી છે, ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે તે ક્યારેય પરિણીત પુરુષને ડેટ નહીં કરે.
શ્રીદેવીને એ પણ પૂછવામાં આવ્યું હતું કે દક્ષિણમાં બીજી પત્ની હોવી ખૂબ જ સામાન્ય બાબત છે. તેના પર પણ એક્ટ્રેસે રિએક્ટ કર્યુ હતું. રિપોર્ટ્સ અનુસાર, શ્રીદેવીએ કહ્યું હતું કે, ‘હું ક્યારેય પરિણીત પુરુષ સાથે લગ્ન નહીં કરું.
દક્ષિણમાં બીજી પત્ની હોવી સામાન્ય બાબત છે તે ખૂબ જ ખોટી માન્યતા છે. અહીં પણ પરિણીત પુરુષ સાથે લગ્ન કરવું કે બીજી પત્ની બનવું એ મોટી વાત માનવામાં આવે છે. દરેક લોકો ગાસિપ કરે છે. મુંબઈના મુકાબલે સાઉથણાં લોકો વધારે રુઢિચુસ્ત માનસિકતાના છે.SS1MS