શ્રીદેવીની માતા તેના લગ્ન મુરલી મોહન સાથે કરાવવા ઈચ્છતી હતી

મુંબઈ, કમલ હાસને તાજેતરમાં ખુલાસો કર્યાે હતો કે શ્રીદેવીની માતા એક સમયે ઇચ્છતી હતી કે મુરલી મોહન પોતાની દીકરી સાથે લગ્ન કરે. તે શ્રીદેવી સાથે મુરલી મોહનના ઘરે પણ પહોંચી હતી, પરંતુ તેને જે ખબર પડી તે જાણ્યા પછી, તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો.
શ્રીદેવીએ બોની કપૂર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન માટે આ કપલને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ એક વખત શ્રીદેવીની માતા ઇચ્છતી હતી કે સુપરસ્ટાર કમલ હાસન તેમના જમાઈ બને, બોની કપૂર નહીં. શ્રીદેવીના મૃત્યુ પછી આયોજિત સ્મૃતિ કાર્યક્રમમાં ખુદ અભિનેતાએ આ વાતનો ખુલાસો કર્યાે હતો. શ્રીદેવી અને કમલ હાસને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું,
અને તેમની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ કારણોસર, શ્રીદેવીની માતા તે બંનેના લગ્ન કરાવવા માંગતી હતી. પરંતુ આ દરમિયાન તેલુગુ અભિનેતા મુરલી મોહને ખુલાસો કર્યાે છે કે શ્રીદેવીની માતા તેમની પુત્રી માટે લગ્નનો પ્રસ્તાવ લઈને તેમની પાસે આવી હતી.
મુરલી મોહન ૭૦ અને ૮૦ના દાયકાના મોટા ટોલીવુડ સ્ટાર રહ્યા છે. તેઓ તેમના કરિયરમાં ૩૫૦ થી વધુ ફિલ્મો કરીને તેલુગુ સિનેમામાં એક મોટું નામ બની ગયા. બાદમાં મુરલી મોહન રાજકારણ અને વ્યવસાયની દુનિયામાં પ્રવેશ્યા. તેમણે રિયલ એસ્ટેટમાં પણ ઝંપલાવ્યું.
જોકે, વિવિધ ક્ષેત્રોમાં નામ કમાવવા છતાં, મુરલી મોહન ફિલ્મ જગત સાથે જોડાયેલા રહ્યા.મુરલી મોહન પરિણીત અને બે બાળકોના પિતા છે, શ્રીદેવીની માતાને ખબર પડતાં તેઓ પાછળ હટી ગયાતે સમયે, શ્રીદેવી ફિલ્મોમાં નવી હતી અને પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે, મુરલી મોહન એક મોટો સ્ટાર હતો. પરંતુ તે પહેલાથી જ પરિણીત હતો અને બે બાળકોનો પિતા પણ હતો.
પરંતુ શ્રીદેવીની માતાને આ ખબર નહોતી. અને જ્યારે તેણીને આ વાતની ખબર પડી, ત્યારે તેણી પાછળ હટી ગઈ અને શ્રીદેવીના લગ્ન મુરલી મોહન સાથે કરાવવાનો વિચાર પણ તેના મનમાંથી કાઢી નાખ્યો. બાદમાં, શ્રીદેવીએ ૧૯૯૬ માં બોની કપૂર સાથે લગ્ન કર્યા, અને બે પુત્રીઓ – જ્હાન્વી અને ખુશીની માતા બની.SS1MS