Western Times News

Gujarati News

પ્રજાની ટોળાશાહીથી શ્રીલંકા સરકારનું પતન થયું ત્યારે….

બ્રિટનમાં રાજકીય ટોળાશાહીના વલણને લઈને વડાપ્રધાન બોરીસ જાેન્સને રાજીનામું આપ્યું અને પ્રજાની ટોળાશાહીથી શ્રીલંકા સરકારનું પતન થયું ત્યારે ભારતના ચીફ જસ્ટીસ એન.વી.રમના ની સલાહ મહત્વનો દિશાનિર્દેશ આપે છે!!

તસવીર બ્રિટનની સંસદની છે જ્યારે ઇન્સેટ તસવીર બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જાેન્સનની છે બ્રિટન મેં ‘રૂલ ઓફ લો’ ઘણી અગત્યતા ધરાવે છે! ‘રૂલ ઓફ લો’ એટલે કોઈ રાજકીય પક્ષનું શાસન નહીં, કોઈ વડાપ્રધાન નું શાસન નહીં, કોઈ સરકારનું શાસન નહીં, પણ ‘કાયદાનું શાસન’ જે દેશના વડાપ્રધાન હોય, કોઈ રાજકીય નેતા હોય, કોઈ વહીવટી અધિકારીઓ હોય બધાને એક સરખી રીતે લાગુ પડે છે!! આ ‘લોકશાહી’ છે!!

પરંતુ બ્રિટનમાં વડાપ્રધાન બોરીસ જાેન્સન કથિત પાર્ટીગેટથી વરિષ્ઠ સાંસદના ચર્ચાસ્પદ સ્કેન્ડલને લઈને વિરોધ થતા રાજીનામું આપવું પડ્યું!! પરંતુ તેઓ એ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું કદ વધાર્યું હતું! અને ભારત સાથે સંબંધો મજબૂત રીતે આગળ વધારતા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને બોરીસ જાેન્સને વિશ્વાસપાત્ર સંબંધો ઉજાગર થયા હતા

પરંતુ હવે તો ભારતમાં જ નહીં વિશ્વના રાજકારણમાં ટોળાશાહી શરૂ થઈ છે! હિંસા શરુ થઈ છે માટે રાજીનામું આપતા બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જાેન્સને પાર્ટીમાં વકરેલી ટોળાશાહીના વલણને પોતાના રાજીનામા માટે જવાબદાર ગણાવ્યું હતું બ્રિટનમાં સર્જાયેલા ટોળાશાહીના રાજકારણમાંથી ભારતને શીખવાની જરૂર છે!

હવે બ્રિટનમાં વડાપ્રધાન ગમે તે બને પણ આંતરિક એકતા અને સમાજ નું રાજકારણ પર બ્રેક લાગી ગઈ છે બીજી તસવીર શ્રીલંકાની સંસદની છે શ્રીલંકામાં સર્જાયેલી પરિસ્થિતિ ભારત માટે ગંભીર ચિંતાનો વિષય નહીં માનવામાં આવે અને ભારત તેમાં જરૂરિ હસ્તક્ષેપ નહીં કરે તો તેની કિંમત ભારે ચૂકવી પડશે ભૂતકાળમાં શ્રીલંકામાં સર્જાતી પરિસ્થિતિમાં ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી ગુમાવ્યા હતા!!

શ્રીલંકામાં વકરેલી મોંઘવારી, બેકારી, ભૂખમરાને લઈને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાય રાજા પક્ષેનું નિવાસસ્થાન ઘેરી કબજાે કરાયો બીજી તરફ શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંહ ના નિવાસ્થાને ટોળાએ આગ લગાડી દીધી હતી!! ને વડાપ્રધાને પણ રાજીનામું આપવું પડ્યું હતું

શ્રીલંકાનું અર્થતંત્રની કંગાલીયત માંથી કઈ રીતે બહાર આવશે! ચીન તેના પર બારીકાઈથી વ્યૂહરચનાના ઘટતું હોવાની ચર્ચા એ પણ જાેર પકડ્યું છે પરંતુ મૂળ વાત ટોળાશાહી ના રાજકારણ ને છે જે ભારતમાં શરૂ થયું છે! જેમાં મહારાષ્ટ્ર ની સરકાર ઉઠલાવાયી!

અને બીજાે મુદ્દો મોંઘવારી બેકારી ગરીબી પર કાબુ નહીં લેવાય તો ભારતમાં આંદોલનો ફાટી ન નીકળે તેના તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની રાજ્યોની રાજ્ય સરકારોએ પણ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે અત્રે એ યાદ અપાવું જરૂરી છે કે

ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એન.વી.રમના એ અમેરિકાના સનફ્રાસીસકો માં એસોસિએશન ઓફ ઇન્ડિયન માં કહ્યું હતું કે ‘આપણે બંધારણની કલ્પના કરવામાં આવેલ ભારતની બંધારણીય સંસ્કૃતિને વધારે પ્રોત્સાહિત કરવાની જરૂર છે’! ચીફ જસ્ટીસે કહ્યું છે કે ‘લાંબા ગાળાના વિકાસ માટે બનેલી આધારશિલા સાથે ક્યારેય ચેડા ન કરવા જાેઈએ’!!

કોઈપણ સમજદાર પરિપક્વ અને દેશભકતે સરકારની નીતિઓમાં એવો ફેરફાર નહીં કરે જે તેના પોતાના ક્ષેત્રમાં વિકાસ ધીમો પાડી અથવા રોકી દે ભારતીય અમેરિકાનો ને ચીફ જસ્ટીસ શ્રીરમના એ કહ્યું કે તમે અબજાેપતી બની શકો છો પરંતુ આજુબાજુ શાંતિ જાેઈએ વતનમાં તમારા માતા-પિતા પણ હિંસા અને નફરતથી શાંતિપૂર્ણ સમાજમાં જીવવા માટે સક્ષમ હોવા જાેઈએ ચીફ જસ્ટિસ રમનાની સલાહ દેશમાં જીવવા માંગતા હોય તેમને માટે અગત્યની છે!

પછી નેતા હોય, વકીલ હોય, મીડિયાકર્મી હોય બુદ્ધિજીવી હોય મહાભારત જેવી સ્થિતિ થઈ શકે તે મહાભારતના યુદ્ધ માટે કોણ જવાબદાર હતું? આખરી તસવીર ચીફ જસ્ટીસ શ્રી એન. વી રમનાની છે અને ભારતની સુપ્રીમ કોર્ટની છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા)

‘વતનમાં તમારા માતા પિતા હિંસા અને નફરતથી મુક્ત શાંતિપૂર્ણ સમાજમાં જીવવા માટે સક્ષમ હોવા જાેઈએ’ – ચીજ જસ્ટીસ શ્રી એન.વી.રમના!

પ્રોફેસર મનરો કહે છે કે ‘‘બ્રિટીશ બંધારણ એ બંધારણોની માતા છે’’!! જ્યારે પ્રોફેસર ડાયસી કહે છે કે‘‘ કાયદાનું શાસન બ્રિટીશ બંધારણ એ ન્યાય પદ્ધતિનો અગત્યનું લક્ષણ છે’’!! ૧૯૬૪ માં બ્રિટનમાં આંતરવિગ્રહ થયો તેમાંથી અમીરી અને અરજદારો એમ પ્રજા બે ભાગમાં વહેંચાઈ ગઈ

અને સમય જતા તેમાંથી ૧૯૩૨ પછી રુઢીચુસ્તપક્ષ અને ૨૦ મી સદીમાં મજૂર પક્ષ અસ્તિત્વમાં આવતા બ્રિટનમાં મુખ્યત્વે દ્વિપક્ષીય રાજકીય પ્રથા અસ્તિત્વમાં આવી છે આમ બ્રિટનમાં ૧૯૪૫ ક્લેમન્ટ એટલી ના નેતૃત્વ હેઠળમજૂર પક્ષે ૨૯૩ બેઠકો મેળવી હતી

જ્યારે રૂઢિચ્યુસ પક્ષના માર્ગરેટ થેચરના નેતૃત્વ હેઠળ ૩૯૯ બેઠક મેળવીને સત્તા ગ્રહણ કરી હતી વર્તમાન બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જાેન્સન ના પક્ષે વિશાળ બહુમતી મેળવ્યા છતા પક્ષના વડાપ્રધાન વિરુદ્ધ આંતરિક બળવો થતા બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જાેન્સને રાજીનામું આપવું પડ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.