શ્રીલીલા વરુણ-ડેવિડ ધવન સાથે ડેબ્યુ કરશે

મુંબઈ, વરુણ ધવન ને ડેવિડ ધવન ફરી એક વખત એક કોમેડી ફિલ્મ લઇને આવી રહ્યા છે. ‘મેં તેરા હિરો’ અને ‘જુડવા ૨’ની સફળતા બાદ પિતા પુત્રની આ જોડી ત્રીજી વખત ફિલ્મ સાથે લઇને આવી રહ્યા છે. જે, હજુ આ ફિલ્મના નામ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
તેનું શૂટિંગ જુલાઈ ૨૦૨૪માં શરૂ કરવાનું આયોજન છે. આ ડેવિડ ધવન જેના માટે જાણીતા છે, તેવી ઓરિજનલ કોમેડીથી ભરપૂર ફિલ્મ હશે. આ ફિલ્મમાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ શ્રીલીલા હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, જે વરુણ ધવનની પ્રેમિકાના રોલમાં જોવા મળશે.
કેટલાંક અહેવાલો અનુસાર શ્રીલીલાનું કાસ્ટિંગ ફિલ્મને નવી તાજગી આપશે. આ ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર,“ડેવિડ ધવનની બધી કોમેડી ફિલ્મોની જેમ આ પણ એક લવ ટ્રાએંગલ છે, જેમાં કન્ફ્યુઝનના કારણે હિરોના જીવનમાં રમૂજ ઊભી થાય છે.” ડેવિડ ધવને શ્રીલીલાને લોંચ કરવા માટે એક અતિશય મનોરંજક રોલ લખ્યો છે.
જોકે, આ ફિલ્મમાં શ્રીલીલા એક જ હિરોઇન નથી. લવ ટ્રાએંગલમાં બીજી હિરોઇનના રોલમાં મૃણાલ ઠાકુર જોવા મળશે. વરુણ આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને શ્રીલીલા બંને સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ રમેશ તૌરાની અને ટિપ્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે, જેમાં મનિષ પૌલ પણ જોવા મળશે.
‘જુગ જુગ જીઓ’ પછી ફરી વરુણ અને મનિષ એકસાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ સિવાય વરુણ ધવન હજુ ‘બૅબી જોહન’, ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત વરુણ રાજ એન્ડ ડીકેની ‘સિટાડેલઃ હની બની’માં પણ જોવા મળશે.SS1MS