સૃષ્ટિ મહેશ્વરીએ દીકરીને જન્મ આપ્યો
મુંબઈ, સૃષ્ટિ મહેશ્વરી અને તેનો પતિ કરણ વૈદ્ય દીકરીના માતા-પિતા બની ગયા છે. બાળકીનો જન્મ ૫ જૂને થયો હતો. એક્ટ્રેસનું કહેવું હતું કે, જ્યારે પણ તે તેની દીકરીને હાથમાં લે છે ત્યારે એકસાથે ઘણી બધી લાગણીઓ અનુભવે છે.
સૃષ્ટિ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ‘મારી નોર્મલ ડિલિવરી થઈ છે અને જ્યારે મેં આખરે મારી દીકરીને જાેઈ તો, મારી આંખમાં આંસુ આવી ગયા હતા. તે સમયે મારા મગજમાં હું પ્રેગ્નેન્ટ થઈ ત્યારથી લઈને તેને હાથમાં લીધી ત્યાં સુધીમાં ઘણા વિચારો આવી ગયા હતા. હવે અમારી દુનિયા બદલાઈ ગઈ છે.
કરણ અને હું અમારા ઘરે લક્ષ્મીનું આગમન થયું તે માટે ખુશ છીએ. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે ‘માતૃત્વ એ સુંદર લાગણી છે. જ્યારે હું મારી દીકરીને હાથમાં લઉ છું ત્યારે મારી યુવાન મમ્મી મને અને મારી બહેનને જે રીતે સાચવતી હતી કે સમય યાદ આવી જાય છે. હું ખુશ અને ધન્ય છું. છેલ્લા કેટલાક મહિના ઉત્સાહ, ચિંતા, થાક અને આનંદથી ભરેલા રહ્યા હતા’. પંડ્યા સ્ટોર અને મેડમ સર જેવા શોમાં જાેવા મળેલી સૃષ્ટિ મહેશ્વરીએ પહેલા ડિલિવરી માટે તેના વતન બરેલી જવાનું નક્કી કર્યું હતું.
જાે કે, બાદમાં તેણે મુંબઈમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા માતા-પિતા અને બાકી પરિવાર મુંબઈ આવવાનું અને અમને મદદ કરવાનું નક્કી કર્યું હતું. કરણના માતા-પિતા પણ જયપુરથી મુંબઈ આવ્યા હતા. કરણ હેન્ડ્સ-ઓન-ફાધર છે. તે જે રીતે બાળકીનું ધ્યાન રાખે છે અને તેની આસપાસ રહે છે તે જાેવું અદ્દભુત છે.
અમે બંને અમારા જીવનના આ નવા તબક્કા તરફ જાેઈ રહ્યા છીએ. સૃષ્ટિ મહેશ્વરીએ જૂન ૨૦૨૨માં કરણ વૈદ્ય સાથે લગ્ન કર્યા હતા, જે ટેક એન્જિનિયર છે. માર્ચમાં તેનું બેબી શાવર યોજાયું હતું. તે સમયે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘સીમંતનું ફંક્શન અદ્દભુત રહ્યું હતું. મારા પરિવારે ખૂબ આશીર્વાદ આપ્યા હતા. મારા સાસરિયાંએ જયપુરમાં ફંક્શનનું આયોજન કર્યું હતું અને મારા મમ્મી તેમજ બહેન ફંક્શન માટે બરેલીથી ત્યાં આવ્યા હતા.
પ્રેગ્નેન્સીના અનુભવને વર્ણવતા ઉમેર્યું હતું કે ‘ગર્ભવતી મહિલા તરીકે, ઘણા અનુભવ થઈ રહ્યા છે. થાક અને શારીરિક અસ્વસ્થતાની સાથે કેટલાક દિવસો અન્ય કરતાં વધુ મુશ્કેલ હોય છે, પરંતુ મારા ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે તે લાગણી માટે કૃતજ્ઞ છું. બાળકનું હલનચલન અનુભવવું અદ્દભુત છે. હું નિયમિત ચેક-અપ, એક્સર્સાઈઝ અને હેલ્ધી ડાયટથી પોતાની સંભાળ રાખી રહી છું. હું મારા તરફથી શ્રેષ્ઠ આપી રહી છું.
માતૃત્વ સુંદર લાગણી છે અને હું ઉત્સાહિત છું. કરણ જેવો સપોર્ટિવ પતિ મળ્યો તે માટે પોતાને નસીબદાર માનું છું’. થોડા મહિના આરામ કર્યા બાદ એક્ટ્રેસ ફરીથી કામ પર લાગવાનું પ્લાનિંગ કરી રહી છે.SS1MS