નડિયાદના એસઆરપી ગ્રૂપ કમાન્ડર પીઆઈનું રહસ્યમય સંજોગોમાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Nadiad.jpg)
નડિયાદ, નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રૂપ૭ના ૨૨ પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે, આ જવાનો જુદા-જુદા પોઈન્ટ પર ફરજ બજાવે છે, આ પોઈન્ટ પર કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે ગત બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી એસઆરપી ગ્રૂપ કમાન્ડર પી.આઈ..જી.આર. પટેલ પાવાગઢ આવ્યા હતા.
જેથી તેમના રાત્રી રોકાણની વ્યવસ્થા પાવાગઢમાં ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢની તળેટીમાં શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં કરી હતી. પી.આઈ સાંજે રૂમ પર પહોંચ્યા હતા. બાદમાં રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા ત્યારે તેમની સાથે બીજા દિવસની કામગીરી બાબતે ચર્ચા કરી હતી.
સાથી જવાનો ત્યાર બાદ રૂમ પર જતા રહ્યા હતા. તેવામાં ગુરુવારે નડિયાદથી આવેલા એસઆરપી ગ્રૂપ કમાન્ડર પી.આઈની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને જમીન પર વ્યક્તિ પડી હોવાનું સામેના રૂમમાં રોકાયેલા યાત્રિકના ધ્યાને આવ્યું હતું.SS1MS