પ્રેમ લગ્નના ઝઘડામાં ૧૧ શખ્સો દ્વારા SRP જવાનના ઘર પર હુમલો
આણંદ, આણંદ જિલ્લામાંથી ગઇ રાત્રે એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં એસઆરપી જવાનના ઘરે પર કેટલાક શખ્સોએ હથિયારોથી હુમલો કર્યો છે, એસઆરપી જવાનના દીકરાએ કરેલા પ્રેમ લગ્નને લઇને છેલ્લા કેટલાક દિવસોથી બબાલ ચાલી રહી હતી, જેના અનુસંધાને ગઇ રાત્રે ૧૧ જેટલા હુમલાખોરો હથિયારો અને પાઇપો-લાકડી, ડંડા સાથે ધસી આવ્યા હતા, અને ઘરના બારી-બારણાં તોડી નાંખ્યા હતા.
હાલ આ મામલે ઉમરેઠ પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, ગઇ રાત્રે આણંદ જિલ્લાના ઉમરેઠના ધુલેટા ગામમાં ૧૧ જેટલા શખ્સોએ એસઆરપી જવાનના ઘરે હુમલો કર્યો હતો.
આ હુમલો પ્રેમ લગ્નની જુની અદાવતના કારણે કરાયો હોવાનું સામે આવ્યુ છે. ઉમરેઠના ધુલેટા ગામમાં રહેતા એસઆરપી જવાનના દીકરાએ પ્રેમ લગ્ન કરી લીધા હતા, આ વાતથી રોષે ભરાયેલા સામાપક્ષ વાળાએ તકનો લાભ લઇને અને જુની અદાવતના કારણે ગઇરાત્રે અચાનક SRP જવાનના ઘરે ૧૧ જેટલા શખ્સોએ હુમલો કરી દીધો હતો, ઘર પર પથ્થરમારો કર્યો અને બાદમાં ઘરના બારી-બારણા પર ડંડા ફટકાર્યા હતા. જાેકે, આ રાત્રે મચાવેલા આ આતંકની આ સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
હાલમાં આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે ૧૧ આરોપીઓ વિરૂદ્ધ રાયૉટિંગ ધારા હેઠળ કરી કાર્યવાહી શરૂ કરી છે. પાટણવાવ વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પિતા પુત્રીના પવિત્ર સંબંધ ઉપર કલંક લગાવતા કીસ્સાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના લાઠ ગામે હેવાન પિતાએ ૬ મહિના સુધી સગીર દીકરીનો દેહ પિંખતા ચકચાર મચી જવા પામી છે.
હાલમાં આ અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ બાદપાટણ વાવ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે નરાધમ પિતા દીકરી સાથે ન કરવાનું કામ કરતો હતો ત્યારે ડ પરદાદી જાેઈ ગયા હતા. જે બાદ પરદાદીએ નરાધમને ધમકાવ્યો હતો. કળિયુગી પિતાએ ૧૭ વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.SS1MS