બિગ બોસ ૧૬માં સૃજિતા ડેની ફરી એકવાર થઈ એન્ટ્રી

મુંબઈ, સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા રિયાલિટી શૉ બિગ બોસ ૧૬માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવા જઈ રહી છે, તે પણ બે કન્ટેસ્ટન્ટ્સની. જાે કે અત્યાર સુધી મેકર્સ દ્વારા વાઈલ્ડ કાર્ડ તરીકે ફહમાન ખાન અને ગોલ્ડન બોય્ઝની એન્ટ્રી કરાવી હતી, પરંતુ તેઓ એક-બે દિવસ માટે જ ઘરમાં આવ્યા હતા. હવે મેકર્સે બીજા બે સભ્યોની જાહેરાત કરી છે- સૃજિતા ડે અને વિકાસ માનકતલા.
સૃજિતા ડે શરુઆતમાં આ શૉનો ભાગ હતી, પરંતુ પહેલા જ અઠવાડિયામાં ઓછા વોટ મળવાને કારણે આઉટ થઈ ગઈ હતી. પરંતુ મેકર્સ તેને ફરી લાવ્યા છે. ટીના દત્તા અને સૃજિતા ડે વચ્ચે ૩૬નો આંકડો શરુઆતથી જ જાેવા મળ્યો હતો. વિકાસની વાત કરીએ તો તે ટીવી એક્ટર છે. પ્રોમોમાં તેણે પોતાના વિશે જે વાતો કહી છે તે જાેઈને લોકો કહી રહ્યા છે કે આ શાલિન ભનોટની કોપી છે.
બિગ બોસ ૧૬ના અપકમિંગ એપિસોડનો એક પ્રોમો સામે આવી ચૂક્યો છે. પ્રોમો અનુસાર, ઘરના તમામ સભ્યો લિવિંગ રુમમાં બેઠા છે અને ટીવી પર સૃજિતા ડેને બતાવવામાં આવી છે. તેને જાેઈને લોકો ખુશ થઈ જાય છે, પણ ટીના દત્તાના ચહેરા પર બાર વાગી જાય છે.
સૃજિતા ટીનાને કહે છે કે તેનામાં ઘણી નકારાત્મકતા ભરી છે. આ સાંભળીને ટીના ગુસ્સે થઈ જાય છે. તેની શરુઆતમાં જ સૃજિતા સાથે બોલાચાલી પણ થઈ જાય છે. ટીના દત્તા કહે છે કે, બિગ બોસ તમે મારી શાંતિ જાેઈ નહોતા શકતા કે તમે આને મોકલી છે.
આ સિવાય સૃજિતા જે કરે છે તે જાેઈને ઘરના તમામ સભ્યો ખૂબ હસે છે. ઉલ્લેખનીય છે કે ટીના દત્તાના અમુક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જાેઈ શકાય છે કે ટીના કેમેરા માટે શાલિન સાથે રિલેશનશિપનો ડ્રામા કરી રહી છે.
ટીના શાલિનને ભેટે છે ત્યારે કેમેરા તરફ ખાસ જુએ છે. સૃજિતા ટીનાની નકલ ઉતારે છે. તે શાલિનને જ ભેટે છે અને પછી ટીનાની સ્ટાઈલમાં કેમેરા તરફ જુએ છે. આ જાેઈને તમામ સભ્યો આખી વાત સમજી જાય છે.
પ્રિયંકા ચહર ચૌધરી જણાવે છે કે, હવે ગેમમાં મજા આવશે. વિકાસ માનકતલા પણ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આવવાનો છે. તેણે જણાવ્યું કે તે કોઈ મંડળીનો ભાગ બનવા માટે નથી આવ્યો. તેને એ લોકો પસંદ નથી જેઓ બહુરુપિયા હોય. તેને નાની-નાની વાત પર ગુસ્સો આવે છે.
તેણે બિગ બોસના ઘરમાં પોતાને જ પોતાનો કોમ્પિટિટર જણાવ્યો. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયે બિગ બોસમાં નિમૃત કૌર આહલુવાલિયા, એમસી સ્ટેન, ટીના દત્તા અને સુમ્બુલ તૌકીર નોમિનેટ થયા છે. આ ચારમાંથી એક કન્ટેસ્ટન્ટ બેઘર થઈ શકે છે.
એવી પણ અટકળો ચાલી રહી છે કે જાે બે વાઈલ્ડ કાર્ડની એન્ટ્રી થશે તો બે એલિમિનેશન પણ થઈ શકે છે. પાછલા ઘણાં સમયથી એમસી સ્ટેન બહાર નીકળવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે. હવે આગામી એપિસોડમાં જ ખુલાસો થઈ શકશે કે શું થવાનું છે.SS1MS