SS રાજામૌલી બનાવી રહ્યાં છે ઓસ્કર ટાઈપ ફિલ્મ
મુંબઈ, છેલ્લાં કેટલાંક સમયથી અથવા તો એમ કહો કે કોરોના કાળથી જ બોલીવુડ પર સાઉથ ઈન્ડસ્ટ્રી ખુબ હાવી થઈ ગઈ છે. બાહુબલી-૨ હોય, પુષ્પા હોય કે પછી આરઆરઆર સાઉથની આ તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બોલીવુડને રીતસરની પછડાટ આપી છે. એટલું જ નહીં રાજા મૌલીની ફિલ્મ ઓસ્કર પણ જીતીને આવી છે.
ત્યારે ફરી એકવાર ભારતને ઓસ્કર મળવાની આશા જાગી છે. કારણકે, ફરી એકવાર એસ.એસ.રાજામૌલી બનાવી રહ્યાં છે ઓસ્કર ટાઈપ ફિલ્મ…
બાહુબલી અને આરઆરઆર જેવી સારી ફિલ્મો આપ્યા બાદ એસએસ રાજામૌલી નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે એસએસ રાજામૌલીએ એવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે, જે ન માત્ર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે પરંતુ સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ ઓસ્કર પણ જીતશે. હા…
એસએસ રાજામૌલીએ મેડ ઇન ઇન્ડિયા નામની ફિલ્મની જાહેરાત કરી છે. ગણેશ ચતુર્થીના અવસર પર એસએસ રાજામૌલી મૂવીઝે સોશિયલ મીડિયા પર તેમની નવી ફિલ્મની પ્રથમ ઝલક પણ રિલીઝ કરી છે.
એસએસ રાજામૌલીની નવી ફિલ્મ મેડ ઈન ઈન્ડિયા મૂવી ભારતીય સિનેમાની બાયોપિક બનવા જઈ રહી છે. અત્યાર સુધી ભારતીય સિનેમા જગતમાં ઘણી બાયોપિક બની છે, પરંતુ આ પહેલીવાર બનવા જઈ રહ્યું છે જ્યારે ભારતીય સિનેમા ઈન્ડસ્ટ્રીની બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નીતિન કક્કરને સોંપવામાં આવી છે. તો મેક્સ સ્ટુડિયોના વરુણ ગુપ્તા અને શોઈંગ બિઝનેસના કાર્તિકેય પ્રોડક્શન સંભાળશે.
એસએસ રાજામૌલી ફિલ્મ્સે પણ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તેમની નવી ફિલ્મ મેડ ઇન ઇન્ડિયાનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ટીઝરની સાથે, એસએસ રાજામૌલીએ લખ્યું, જ્યારે મેં પહેલીવાર નરેશન સાંભળ્યું, ત્યારે તેણે મને પહેલા જેવો ભાવુક બનાવી દીધો. બાયોપિક બનાવવી એ પોતે જ એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ ભારતીય સિનેમાના પિતાની કલ્પના કરવી તેનાથી પણ વધુ પડકારજનક છે.
અમારા છોકરાઓ આ માટે તૈયાર છે. ખૂબ જ ગર્વ સાથે રજૂ કરી રહ્યાં છીએ ‘મેડ ઇન ઇન્ડિયા’. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીની છેલ્લી ફિલ્મ ઇઇઇ એ ઓસ્કરમાં ધૂમ મચાવી હતી અને નટુ-નટુ ગીત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્કરની સાથે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા.SS1MS