SSG-IT મણિનગર ખાતે યોગ દિવસની ઉજવણી

default
અમદાવાદ, ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનની સવારે મણિનગર, અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા અંતર્ગત કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ ખાતે વ્યાયામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ યોગાસન મુદ્રા અને આસનો દ્વારા યોગના પ્રતિક-ચિન્હની આકૃતિ બનાવી હતી. જેમાં વિદ્યાર્થીઓને બેસાડી જુદા-જુદા આસનો કરી ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ યોગ દિવસ ઉજવ્યો હતો.