Western Times News

Gujarati News

ST બસમાં ૨૫ લાખના ડ્રગ્સના જથ્થો ઘુસાડવાનો પર્દાફાશ, બે ઝડપાયા

પ્રતિકાત્મક

રાજસ્થાનથી એસ.ટી બસમાં અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો છે

અમદાવાદ,  મુંબઈની આર્થર રોડ જેલમાં ડ્રગ્સ કેસમાં સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન જેલમાં છે. અત્યારે દેશમાં વ્યાપક ડ્રગ્સ નેટવર્કનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં આબુથી આવતી એસ.ટી બસમાં રૂ.૨૫ લાખનું એમ.ડી ડ્રગ્સ લઈને આવતા બે યુવકોની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ કરી છે . ક્રાઈમ બ્રાન્ચે તારિક શેખ અને તાહીર હુસેન કુરેશી નામના બંને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચની ટિમને માહિતી મળતા ની સાથે જ અલગ-અલગ ટીમો બનાવી શહેરમાં વેચાતા નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સો ને શોધવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુરનો તારીક શેખ અને બારેજાનો તાહિરહુસેન કુરેશી એમ.ડી ડ્રગ્સનો ભાગીદારીમાં ધંધો કરે છે અને જાેધપુર રાજસ્થાન ખાતે ડ્રગ્સ લેવા ગયા છે. આ બંને શખ્સો ડ્રગ્સનો જથ્થો લઈને માઉન્ટ આબુથી એસ.ટી બસમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા.

પોલીસને બાતમી મળી હતી કે બંને નાના ચિલોડાથી નરોડા તરફ ઓવરબ્રિજના છેડે ઉતરીને બારેજા જવાના છે. આથી રેડનું આયોજન કરીને સરકારી પંચો સાથે વોચ ગોઠવીને રેડ પાડીને ડ્રગ્સના જથ્થા સાથે બંને ઈસમોને ઝડપી લીધા હતા. તજેમાં તાહિર હુસૈનના થેલામાંથી રૂ.૨૫ લાખની કિંમતનું ૨૫૦ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળીને કુલ ૨૫.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ સાથે ડ્રગ્સના કામમાં સંડોવાયેલા તારીક મોહમંદ ફરીદમીયાં નામના વ્યક્તિને પણ પકડી લીધો છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા આ પહેલા કેટલી વાર લાવ્યા છે. અમદાવાદમાં ક્યાં ક્યાં આપતા હતા આ તમામ મુદ્દાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.