એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ

નડિયાદ, આણંદથી દાહોદની એસટી બસના મહિલા કંડક્ટર પોતાની બસના ડ્રાઇવર સાથે સેવાલિયા ખાતે નાસ્તો કરવા બસ ઉભી રાખી હતી.અન્ય બસની મહિલા કંડક્ટરને તેમની બસનો ટાઇમ પૂછ્યો હતો અને અન્ય બસના ડ્રાઇવર સાથે માથાકૂટ કરી હતી ને મહિલા કંડક્ટરને ડ્રાઇવેર લાફો ઝીંકી દીધો હતો.
આ મામલે ડ્રાઇવર સામે ગુનો નોંધાયો છે. કઠલાલમાં ઉર્મિલાબહેન રોહિત એસટી બસમાં કંડક્ટર તરીકે આણંદથી દાહોદ એક્સપ્રેસ રૂટમાં ફરજ પર હતા. ૨૪ માર્ચે તેઓ પોતાની બસના ડ્રાઇવર રાજકમલભાઇ ચૌહાણ સાથે દાહોદના રૂટમાં ગયા હતા. આણંદ પરત આવતા સેવાલીયા નાસ્તો કરવા બસ ઉભી હતી.
ઉર્માલાબહેને અન્ય મહિલા કંડક્ટરને દાહોદની બસ ઉપડવાનો સમય પૂછ્યો હતો અને મહિલા કંડક્ટરે કહ્યુ કે, મને ખબર નથી. હું આજે જ આવેલી છું, જે પૂછવું હોય તે મારા ડ્રાઇવરને પૂછો, પોતાની બસના ડ્રાઇવર પાસે જતા રહ્યા હતા. બાદમાં ડ્રાઇવર ઉર્મિલાબહેન પાસે આવ્યા હતા. અમારી બસ જેમ ચાલુ તેમ તમારે શું તેમ કહીને ઝઘડો કર્યાે હતો અને ઉર્મિલાબહેનને મારમાર્યાે હતો.
આ મામલે રાજકમણભાઇએ ઉર્મિલાબહેનને છોડાવ્યો હતો. ઉર્મિલાબહેનને આણંદ પહોંચી સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે ઉર્મલાબહેને મલેક મોહમ્મદ જમીરહુશેન મુહીર હુશેન સામે ફરિયાદ ફરિયાદ નોંધાવી છે.
એસટી વિભાગના ડેપો મેનેજર દ્વારા આરોપી ડ્રાઇવર મલેક મોહમ્મદ જમીરહુશેન મુહીર હુશેનને મહિલા કંડક્ટર સાથે ગેરવર્તણૂક અને લાફો મારવા બદલ સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શનના સમય દરમિયાન તેમને ખંભાત ડેપોમાં મૂકી દેવાયા છે.SS1MS