એસટી બસ સ્ટેન્ડમાં ગંદકી કરવી પડી શકે છે ભારે
અમદાવાદ, ગુજરાત વાહન વ્યવહાર વિભાગે બસ સ્ટેન્ડની સ્વચ્છતા લઈને મહત્વનો ર્નિણય લીધો છે. નિગમ દ્વારા ગંદકી ફેલાવનાર મુસાફરો સામે દંડ વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગંદકી કરનારા લોકો પાસેથી દંડ વસૂલવાની જાેગવાઈ મામલે આવનાર દિવસોમાં ર્નિણય લેવામાં આવશે. જેથી મુસાફરોને બસ સ્ટેન્ડ પર કચરો ફેંકી ગંદકી કરવી ભારે પડી શકે છે. સ્વચ્છતા બાબતે ખાસ નિગમ દ્વારા પ્રથમવાર એક અધિકારીની પણ કેન્દ્રીય સ્તરે નિયુક્તિ કરવામાં આવી છે.
ઓડિટ અને મોનિટરિંગ ચીફ મેનેજરનો કાર્યભાર અધિકારીને સોંપવામાં આવ્યો છે. જે રાજ્ય પરના બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા બાબતે કામ કરી રહ્યાં છે. ચીફ મેનેજર રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સ્વચ્છતા બાબતે કરશે કામગીરી કરશે. નિગમ દ્વારા બસ સ્ટેન્ડની સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને બસ સ્ટેન્ડની સફાઈ માટે અભિયાન પણ શરૂ કર્યું છે.
અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર સફાઈ બાબતે ભાર આપવામાં આવી રહ્યો છે અને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ બસ સ્ટેન્ડ પર વિભાગના અધિકારીઓ પોતે હાજર રહીને કામ લઈ રહ્યા છે. રાજ્યના બસ સ્ટેન્ડ ઉપર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર થતી હોય છે.
તેમાં અમદાવાદ વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોના બસ સ્ટેન્ડ પર મુસાફરોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય છે. આ સ્થિતિમાં સ્વચ્છતા અંગે જાગૃતતાના અભાવે ગંદકી ફેલાતી હોય છે. જાેકે હવે નિગમ દ્વારા ગંદકી ફેલાવનાર મુસાફરો પાસે દંડ વસૂલવા બાબતે નીતિ ઘડવામાં આવશે.SS1MS