Western Times News

Gujarati News

વરસાદી પાણીમાં એસ.ટી બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા

જંબુસરમાં વેડચ અને ઉબેર ગામ વચ્ચે GSRTCની બસ ફસાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકાના કંબોઈથી બદલપુરા જતી એસટી બસ વેડચ અને ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીમાં ફસાઈ જતા મુસાફરોના જીવ ટાળવે ચોંટયા હતા.જાેકે ફસાયેલી બસને ટ્રેકટર વડે બહાર કાઢવા મથામણ કરવા છતાં નિષ્ફળતા મળી હતી.

હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે ગતરોજ ભરૂચ જીલ્લામાં મુશળધાર વરસાદ પડતા જ ઠેરઠેર વરસાદી પાણી ફરી વળતા અગ્ર માર્ગ બેટમાં ફેરવાઈ ગયો હતો.જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓએ હેરાન પરેશાન બન્યા હતા.જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે તાલુકાના અનેક માર્ગો બેટમાં ફેરવાયા હતાં

તો કેટલાક ગામોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા અનાજ સહીત ઘર વખરી પલળી જતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.કંબોઈથી બદલપુરા જતી એસ.ટી બસ વેડચ-ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી અને એક બાજુ નમી જતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.

આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને ટ્રેકટરની મદદ વડે બસને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા.છતાં પણ બસને બહાર કાઢવામાં સફળતા મળી નહિ.બસનું ટાયર ખાડામાં હોવાથી બસ નમી પડી હતી.જાે કે મુસાફરો જીવન જાેખમે બસ માંથી નીચે ઉતરી પાણી માંથી બહાર નીકળી આવતા સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થવા પામતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

તો બીજી તરફ જંબુસરના કંબોઈ – વેડચ જવાના માર્ગ ઉપર આવેલ મોટા વાઘેલા વસ વિસ્તારમાં પણ રાત્રી સમયે વરસેલા વરસાદના પગલે લોકોના ઘરોમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાય જતાં ઉલેચવાની નોબત આવી હતી.તો ઘરવખરીનો સામાન પણ પલળી જતાં લોકોને નુકશાની વેઠવાનો વાળો આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.