જૂનાગઢમાં પત્નીના પ્રેમી સાથેના સંબંધોથી ત્રાસી એસ.ટી.ના કર્મચારીનો આપઘાત

જૂનાગઢ, પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી જુનાગઢમાં એસટી કર્મચારીએ ઝેર પીને આપઘાત કરી લીધો છે. સુસાઈડ નોટમાં યુવકે દુબઈ રહેતી પોતાની પત્નીના આડાસંબંધથી કંટાળી તેમજ પત્ની અને પ્રેમીના ત્રાસ અને ધમકીથી મોતને વ્હાલુ કરતો હોવાનું જણાવ્યું હતું.
આ સાથે આવા લોકોને કડક સજા કરવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે.મળતી માહિતી મુજબ, જુનાગઢમાં ૪૪ વર્ષીય દીપક અગ્રાવતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે તેમના પુત્રએ માતા દક્ષાબેન અને તેના પ્રેમી શ્યામ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.દીપકે મરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી.
જેમાં લખ્યું છે કે, મારા મોતના જવાબદાર માત્ર બે જ વ્યક્તિ છે એક શ્યામ શાહ જે અમદાવાદનો વતની છે અને બીજી મારી પત્ની દક્ષા અગ્રાવત. આ બંને જણા સાથે મળી વારંવાર મને ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો છે, મને એ હદે લાવીને ઉભો રાખ્યો છે કે મારે જીવવા કરતાં મોતને વ્હાલું કરવું પડ્યું છે.નોટમાં લખ્યા મુજબ, આ બંનેનું છેલ્લા એક વર્ષથી અફેર ચાલે છે.
જેની મને જાણ થતાં જ મારી પત્નીએ તમામ જગ્યાઓ પરથી મને બ્લોક કરી નાખ્યો હતો. વારંવાર કહેવા છતાં મને અવારનવાર ખોટા કેસમાં ફસાવી તેમજ શ્યામ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, આજે રાત્રે ૧૦ઃ૦૨ વાગ્યે તેના મોબાઈલ પરથી મને મારી નાખવાની ધમકી આપી છે. જેનું કોલ રેકો‹ડગ મારા મોબાઈલમાં છે. તેમજ આ લોકોનું ચેટિંગ પણ મારા મોબાઈલમાં છે.
સરકારને મારી એટલી જ અંતિમ વિનંતી છે કે, આવા હલકા માણસો જે એક પરિવારની જવાબદારી નિભાવતા વ્યક્તિને પોતાના પૈસા અને રૂતબાના જોર ઉપર મરવા મજબૂર કરે છે ત્યારે આવા લોકોને કડકમાં કડક સજા થાય અને એક ઉદાહરણ બેશે.
દક્ષા અગ્રાવત જે હાલ દુબઈ રહે છે તે લોકોને કડકમાં કડક સજા થાય એવી મારી અંતિમ ઈચ્છા છે.જૂનાગઢ ડીવાયએસપી એ મીડિયાને જણાવ્યું કે, વંથલી પોલીસ સ્ટેશનમાં દક્ષા અગ્રાવત અને શ્યામ શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દીપકભાઈએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. જે સુસાઇડ નોટ પોલીસે કબજે કરી એફએસએલને સાથે રાખી અન્ય ટેકનીકલ પુરાવા જેમાં મોબાઈલ ફોન, વોસ્ટએપ ચેટ તેમજ મૃતકને જે વાતચીત દરમિયાન ત્રાસ આપવામાં આવતો હતો તે તમામ માહિતી એકત્રિત કરવામાં આવી છે.SS1MS