બાયડના ધારાસભ્ય દ્વારા મુસાફરોના પ્રશ્નોને લઇ એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત કરાઈ
(પ્રતિનિધિ)બાયડ, તા.૨૭/૧૨/૨૦૨૨ ના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી બાયડ ના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ પોતાના મતવિસ્તારના લોકો ને એસ.ટી. બસ સેવાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરવા આજ રોજ બાયડ એસ.ટી ડેપો ખાતે પહોંચવા જણાવ્યું હતું,જે અંતર્ગત ખુબ મોટી સંખ્યામાં કાય મી અપ ડાઉન કરતાં વિદ્યાર્થીઓ,નોકરિયા તો અને ધંધાર્થીઓ પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બાયડ એસ.ટી.ડેપો ખાતે પહોંચ્યા હતા,જ્યાં ઉપસ્થિત વિસ્તા રના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સમક્ષ એસ.ટી બસોના સમ ય,વર્ષોથી જે રૂટો પર ચાલતી બસો બંધ કરવામાં આવી છે તે ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેમજ નવી બસો ચાલુ કરવા બાબતે રજૂઆત કરી હતી.
બાયડ એસ.ટી.ડેપો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ ધંધાર્થીઓએ એસ.ટી.બસની પડતી અગવડતાઓ વિશે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને રજૂ આત કરી હતી,જે અંગે તેમણે ડેપો મેનેજર સાથે ચર્ચા કરતાં બાયડ એસ.ટી.ડેપો મેનેજરે હકારત્મક અભિગમ દાખવી મુસા ફરોને પડતી અગવડતાઓ ઝડપથી દૂર કરવાની ખાત્રી આપી હતી.
બાયડ એસ.ટી.ડેપો ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાન્ટેડ શાળાઓનો અભાવ હોવાથી એસ.ટી બસના રૂટ અને સમયને લઈને સૌથી વધુ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે તેમજ શાળા ઓમાં અભ્યાસ અર્થે જતી વિધાર્થિનીઓ સાથે પણ અઘટિત ઘટનાઓનો ડર રહે છે,ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓ અને એસ.ટી નિગમની સમસ્યાઓનો કાયમી ધોરણે નિકાલ આવે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં બે ત્રણ કી.મી. વિસ્તારમાં સરકાર દ્વારા નવી ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.