રાજકોટની લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો
રાજકોટ, ભેળસેળિયા વેપારીઓ સામે તંત્રની તવાઈ બોલાવી છે. કેકની બેકરીઓ પર આરોગ્ય વિભાગે રેડ પાડી છે. જ્યારે લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળ્યો છે. ૧૪૫ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. સાથે જ ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા ૧૯ને નોટિસ ફટકારવામાં આવી છે. તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે. માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ ૧૪૫ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે.
કે.કે. લાઈવ પફમાંથી પણ ૯ કિલો વાસી સોસ મળી આવ્યો છે. જ્યારે દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરાબજાર સહિત ૧૦ અલગ-અલગ જગ્યાએથી સીંગતેલના નમુના લેવાયા છે.
ફૂડ લાઇસન્સ વિના ધંધો કરતા ૧૯ ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરીજનોનું આરોગ્ય ન જોખમાય તે માટે ફૂડ વિભાગ દ્વારા અવારનવાર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા અંતર્ગત શહેરના દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરબજાર વિસ્તાર, પશ્ચિમ રોજકોટમાં પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન ફ્રેસ કેકના દાવા કરતી લાઇવ બેકરીમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. બેકરી ફેટ સહિતની કુલ ૧૪૫ કિલો જેટલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ફૂડ લાયસન્સ વગર ધંધો કરનારા ૧૯ ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે.SS1MS