ધો.૧ર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ
બોર્ડની પરીક્ષાના આવેદન પત્રો ભરવા માટે ૧૬ ડીસેમ્બર સુધીની મુદત લંબાઈ
સુરત, સુરત સહિત રાજ્યભરની શાળાઓમાં ધોરણ ૧૦ અને ધો.૧ર્ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આગામી માર્ચ મહિનામાં બોર્ડ પરીક્ષા લેવાશે. પરીક્ષાને લઈ હાલમાં બેઠક વ્યવસ્થા, શાળા, શિક્ષકો નોંધણી ર્સાથે જ વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદન પત્રો ભરવાની કાર્યવાહી ચાલી રહી છે.
જેમાં હવે ધો.૧ર, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની ઓનલાઈન આવેદન પત્ર ભરવાની પ્રક્રિયાનો આરંભ કરાયો છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન આવેદન પત્ર ભરવા માટેેે ૧૬ ડીસેમ્બર, સુધીની મુદત અપાઈ હોય શાળા વર્તુળમાં હલચલ મચી જોવા મળી છે.
નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓની ઓનલાઈન આવેદન પત્રો ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય શાળા કક્ષાએે વેરીફિકેશન સાથે વિગતો ભરવામાં આવી રહી છ. સુરત જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા બોર્ડ પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે શાળા બિલ્ડીંગ બ્લોકની યાદી અને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની યાદી જાહેર કરાઈ છે.
બીજી બાજુે શિક્ષણ બોર્ડે ધોરણ ૧ર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના આવેદન પત્રો ભરવાની જાહેરાત કરાઈ છે.
બોર્ડના પરિપત્રમાં જણાવ્યા અનુસાર ધો.૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા માર્ચ ર૦ર૩ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન પત્રો
રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ ૧૭ નવેમ્બરના રોજ બપોરે ર કલાકથી ૧૬ ડીસેમ્બરના રોજ રાત્રીના ૧ર વાગ્યા સુધીમાં બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે. સમયમર્યાદામાં ઓનલાઈન આવેદન પત્રો ભરવાના રહેશ.. નિયમિત, ખાનગી, રીપીટર અને પૃથ્થક એમ તમામા પ્રકારના વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઈન આવેદન પત્રો જ ભરવાના રહેશે.