એક પગ પર ઉભા રહીને શિલ્પાએ કસરત કરીને જોરદાર રેમ્પ વોક કર્યું
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એની અદાઓથી હંમેશા ફેન્સને ઘાયલ કરી દેતી હોય છે. શિલ્પા શેટ્ટી સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ રહે છે. આ સાથે એક્ટ્રેસ લાઇફ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને ફેન્સ સાથે શેર કરતી રહેતી હોય છે.
શિલ્પા શેટ્ટી એક્ટિંગ કરિયરની સાથે એની ફિટનેસ જર્ની પર પણ વાત કરતી હોય છે. ફિટનેસ પર શિલ્પા શેટ્ટી પ્રોપર રીતે ધ્યાન આપતી હોય છે. જો કે હાલમાં શિલ્પા શેટ્ટીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઇને ફેન્સ વખાણ કરવા લાગ્યા છે.
ફિલ્મ સુખીમાં નજરે પડેલી બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા ફિટનેસ મંત્ર આપી રહી છે. સોમવારના રોજ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક બેન્ચ પર વન-લેગ સ્કવોટ કરતા એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં શિલ્પા જિમના કપડામાં જોવા મળી રહી છે.
એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યુ છે કે મને કોઇ પણ રેમ્પ આપો, હું એને કરી લઇશ, દરેક વસ્તુ બેલેન્સનો ખેલ છે. સ્ટાઇલમાં એક સૌથી બેસ્ટ લેગ વર્કઆઉટ. શિલ્પા વધુમાં જણાવે છે કે મને આ વિડીયો કમ્પ્લીટ કરવા માટે અનેક પ્રયાસો કરવા પડ્યા છે, આ એક પડકારરૂપ છે.
આ તમે ફોલો કરો અને મને ટેગ કરો. જોઇએ કે આ કેટલા લોકો કમ્પ્લીટ કરી શકે છે. આ પહેલાં એક્ટ્રેસે લેટેસ્ટ આઉટફિટમાં ધૂમ મચાવી હતી. ગ્રીન આઉટફિટ લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. સમંથા રૂથ પ્રભુએ આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે. શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા કન્નડ ફિલ્મ કેડી-ધ ડેવિલની તૈયારીઓ કરી રહી છે.
આ ફિલ્મમાં સંજય દત્ત અને જિશુ સેનગુપ્તા છે. આ પહેલાં ફિલ્મ સુખીમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ કમાલ કરી શકી નહીં. મળતી માહિતી અનુસાર ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી અવારનવાર કસરત કરતા વિડીયો શેર કરતી હોય છે. આ વિડીયો વાયુવેગ વાયરલ થતા હોય છે. આ વિડીયોમાં એક્ટ્રેસનો મસ્ત લુક જોવા મળી રહ્યો છે.SS1MS