ઍથ્લેટ્સ અમોજ જેકોબ, પ્રવીણ ચિથ્રાવેલ અને જેસ્વીન ઍલ્ડ્રિન ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે રમ્યા
ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, તેમના ધર્મપત્ની અભિનેત્રી રોમા માણેક, પૂર્વ મેયર રીટાબેન પટેલ અને કેતનભાઇ પટેલ તથા શ્રી પ્રેમલસિંહ ગોલ અને શ્રી જશુભાઈ પટેલે માતાજીની આરતી ઉતારી
છઠ્ઠા નોરતે ચેતના શાહ બેસ્ટ પર્ફોર્મન્સ-પ્રિન્સેસ બન્યા અને આશિષ પરમાર પ્રિન્સ તરીકે વિજેતા થયા
ટોકિયો ઑલિમ્પિક ગેમ્સમાં 2020 માં 400 મીટર રેસમાં એશિયન રેકોર્ડ બ્રેક કરનાર સ્પ્રિન્ટર અમોજ જેકોબ, ઇંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ત્રિપલ જમ્પમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ચોથો ક્રમ હાંસલ કરનાર પ્રવીણ ચિથ્રાવેલ અને હાલમાં ગુજરાતમાં યોજાઇ રહેલી
36 મી નેશનલ ગેમ્સમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતીને બુડાપેસ્ટમાં 2023 માં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલીફાઈડ થનાર જેસ્વીન ઍલ્ડ્રિને ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં મન મૂકીને ગરબા કર્યા હતા. ખેલૈયાઓ પાસેથી તેમણે જીસીએફ ગ્રાઉન્ડમાં જ ગરબાના સ્ટેપ શીખ્યા અને પછી તુરંત ખુબ સરસ રીતે ગરબા કર્યા હતા. ગુજરાતની આ ભાતીગળ પરંપરાથી આ ત્રણેય રમતવીરો અત્યંત પ્રભાવિત થયા હતા.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં છઠ્ઠા નોરતે ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, તેમના ધર્મપત્ની અને ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી રોમા માણેક, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશુભાઈ પટેલે માતાજીની આરતી ઉતારી હતી. તેમની સાથે પૂર્વ મેયર શ્રીમતી રીટાબેન પટેલ અને શ્રી કેતનભાઇ પટેલ પણ જોડાયા હતા. કડી વિશ્વ વિદ્યાલયના અધ્યક્ષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ,
ગુજરાતની જાણીતી હાર્ટ હોસ્પિટલ સીમ્સના સંચાલકો શ્રી ડૉ. ધીરેન શાહ, શ્રી ડૉ. હિરેન ધોળકિયા તથા તમામ ડિરેક્ટર્સ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં પધાર્યા હતા, એટલું જ નહીં મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતમાં શિરમોર એવા વરિષ્ઠ ગાયિકા આદરણીય વિભાબેન રાસબિહારી દેસાઈ અને સુપ્રસિદ્ધ ઉદઘોષિકા માર્ગી હાથી પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા.
છઠ્ઠા નોરતે ફરી એક વખત ગુજરાતી સુગમ સંગીતના વર્તમાન સમયના સુપ્રસિદ્ધ ગાયિકા હિમાલી વ્યાસ નાઈકે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં ખેલૈયાઓને ગરબે રમાડ્યા હતા. બેસ્ટ પર્ફોમન્સ પ્રિન્સેસ તરીકે ચેતના શાહ અને પ્રિન્સ તરીકે આશિષ પરમાર વિજેતા થયા હતા. દર્શના ઠાકર અને મુકેશ ઠાકોર રનર્સ અપ રહ્યા હતા.
બેસ્ટ પેર તરીકે કરિશ્મા પાટડીયા અને નિર્મલ શ્રીમાળી વિજેતા થયા હતા. જ્યારે કશિશ જયસ્વાલ અને ભૌમિક રાવતની જોડી રનર્સ અપ રહી હતી. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે સ્તુતિ ઓઝા વિજેતા થયા હતા. જ્યારે કાનન પુરોહિત રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસની કેટેગરીમાં કરણ પુરબિયા વિજેતા અને રાજ ભાવસાર રનર્સ અપ રહ્યા હતા
બેસ્ટ કિંગ; 35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓ માટેની આ કેટેગરીમાં ધીરજ રાઠોડ વિજેતા થયા હતા અને હર્ષદ સોલંકી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ક્વીન તરીકે કાનન આચાર્ય અને રનર્સ અપ તરીકે હેતલ ભટ્ટી વિજેતા થયા હતા.
બેસ્ટ ટીનેજર-પ્રિન્સેસ તરીકે કાવ્યા પટેલ વિજેતા થયા હતા જ્યારે રિયા શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર-પ્રિન્સ તરીકે નંદીશ રાવલ વિજેતા થયા હતા અને વ્યોમ દરજી રનર્સ અપ રહ્યા હતા. સાત થી બાર વર્ષની વયજૂથની બેસ્ટ કીડ કેટેગરીમાં ધરતી સંઘવી અને વિહાન ચૌહાણ વિજેતા થયા હતા.
જ્યારે મહિમ્ના મેવાડા અને ઑમ નાગર રનર્સ અપ રહ્યા હતા. સાત વર્ષ સુધીના બાળકો માટેની બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં નવ્યા મહર્ષિ ઠાકર અને પ્રિન્સ સંઘવી વિનર રહ્યા હતા. જ્યારે માહી પટેલ અને વિઆન ધ્રુવ શાહ રનર્સ અપ રહ્યા હતા. શ્રીમતી બિંદુ ઉપાધ્યાય કડવે, શ્રીમતી ફાલ્ગુની હિરેન, શ્રી નયનભાઈ ઉપાધ્યાય, શ્રીમતી આરતી ઋષિકેશ ભટ્ટ અને શ્રી દેવેશ શ્રીવાસ્તવે નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી.