સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સે નવ મહિનામાં 8,753 કરોડનું ગ્રોસ રિટર્ન પ્રીમિયમ મેળવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/starhealth-1024x501.jpg)
નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિનાના અંતે રિટેલ પ્રીમિયમની આવક રૂ. 8,046 કરોડ-નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 210 કરોડ
ચેન્નાઈ, દેશમાં અગ્રણી હેલ્થ વીમાકંપનીઓ પૈકીની એક સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સે 31 ડિસેમ્બર, 2022 સુધી નાણાકીય વર્ષ 2022-23ના નવ મહિનાના ગાળામાં રૂ. 8,753 કરોડની ગ્રોસ રિટન પ્રીમિયમ (જીડબલ્યુપી) મેળવ્યું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 13 ટકાની વૃદ્ધિ છે.
Star Health and Allied Insurance registers a Gross Written Premium of Rs.8,753 crore for the nine months ended December 31, 2022
કંપની મેટ્રોથી લઈને અંતરિયાળ વિસ્તારોમાં પોતાના ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા રિટેલ વીમા પર સ્પષ્ટપણે ધ્યાન કેન્દ્રિત કરે છે. આની સાથે કંપનીનું રિટેલ હેલ્થ પ્રીમિયમ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા 9 મહિનામાં અગાઉના સમાન ગાળાની સરખામણીમાં 19 ટકા વધીને રૂ. 8,046 કરોડ થયું હતું.
31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં સ્ટાર હેલ્થનો કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ. 210 કરોડ અને 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા નવ મહનાના ગાળા માટે રૂ. 517 કરોડ હતો.
31 ડિસેમ્બર, 2022ના રોજ કંપનીનો સોલ્વન્સી રેશિયો 2.17x પર ઊંચો જળવાઈ રહ્યો છે, જે લઘુતમ નિયમનકારી જરૂરિયાત 1.5xથી વધારે છે.
કંપની મજબૂત બેંકાશ્યોરન્સ ચેનલ, એજન્સી ચેનલ, અન્ય કોર્પોરેટ એજન્ટ્સ, બ્રોકર્સ, પોઇન્ટ ઓફ સેલ પર્સન્સ (POS), વીમાનું માર્કેટિંગ કરતી કંપનીઓ, વેબ એગ્રીગેટર્સ અને ડાયરેક્ટ બિઝનેસ સહિત તાલીમબદ્ધ વીમા વ્યસાયોનું વિવિધતાસભર વિતરણ નેટવર્ક ધરાવે છે.
સ્ટાર હેલ્થનો ઉદ્દેશ પોતાના ગ્રાહકોને કેશલેસ હેલ્થકેર સુવિધાઓની વધારે સુલભતા પ્રદાન કરવાનો છે, જે માટે કંપનીએ હોસ્પિટલો સાથે એનું જોડાણ વધાર્યું હતું અને સમગ્ર ભારતમાં એના હોસ્પિટલનું નેટવર્ક વધીને 13,844 થયું છે. કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન 15 ઓફિસ ઉમેરીને સમગ્ર દેશમાં એની બ્રાન્ચ ઓફિસની સંખ્યામાં વધારો કર્યો હતો અને આ રીતે સમગ્ર ભારતમાં કંપની કુલ બ્રાન્ચ ઓફિસની સંખ્યા વધીને 830 થઈ છે.
સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ રૉયએ કહ્યું હતું કે, “છેલ્લાં ત્રિમાસિક ગાળામાં અમે અમારા ગ્રાહકની સંખ્યામાં વધારો કરવા સતત રોકાણ કર્યું છે, જેમાં ઉત્કૃષ્ટ સેવા, ઓછા કાર્યકારી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તો સાથે સાથે અમારા ચેનલ પાર્ટનર્સ સાથે અમારું જોડાણ વધાર્યું છે. છેલ્લાં ત્રિમાસિક ગાળામાં અમારા એજન્ટની સંખ્યામાં વધારો થયો છે અને અત્યારે એજન્ટની કુલ સંખ્યા 6.1 લાખ થઈ છે. અમે અમારા બેંકાશ્યોરન્સ અને ઇન્સ્યોરટેક પાર્ટનર્સ સાથે મજબૂત સંબંધો જાળવી રાખ્યાં છે, જેણે અમારી ઊંચી વૃદ્ધિમાં પ્રદાન કર્યું છે. અમે ડિજિટલ સ્પેસમાં હરણફાળ ભરવા મજબૂત પાયો નાંખ્યો છે, જેનાથી અમે ગ્રાહક એક્વિઝિશન, મેનેજમેન્ટ અને દાવાની પતાવટ એમ દરેક કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા સક્ષમ બન્યાં છીએ.”
કાર્યકારી કામગીરીની સમીક્ષા (₹ કરોડમાં)
નાણાકીય માપદંડો | નાણાકીય વર્ષ 2021-22નો ત્રીજો ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2022-23નો ત્રીજો ત્રિમાસિક ગાળો | ફેરફાર%માં | નાણાકીય વર્ષ 2021-22ના 9 મહિના | નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિના | ફેરફાર%માં | નાણાકીય વર્ષ 2021-22 |
GWP (ગ્રોસ રિટન પ્રીમિયમ) | 2,705 | 3,097 | 14% | 7,774 | 8,753 | 13% | 11,463 |
PBT (કરવેરાની ચુકવણી અગાઉનો નફો) | (768) | 282 | n.m. | (1,281) | 690 | n.m. | (1,397) |
PAT (કરવેરાની ચુકવણી પછીનો નફો) | (578) | 210 | n.m. | (959) | 517 | n.m. | (1,041) |
AUM (એસેટ અંડર મેનેજમેન્ટ) | 10,441 | 12,079 | 16% | 10,441 | 12,079 | 16% | 11,373 |
સંયુક્ત રેશિયો
નાણાકીય વર્ષ 2021-22નો ત્રીજો ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2022-23નો ત્રીજો ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2021-22ના 9 મહિના | નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિના | નાણાકીય વર્ષ 2021-22 |
135.7% | 94.8% | 125.0% | 96.9% | 117.9% |
સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ પ્રકાશે કહ્યું હતું કે, “અમે પ્રોડક્ટ ઇનોવેશનમાં મોટું રોકાણ કરવાનું જાળવી રાખ્યું છે અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ નવા ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે. અમારી મજબૂત કામગીરી, ગ્રાહક કેન્દ્રિતતા અને દેશમાં વીમાની પહોંચ વધુ વધારવા અમારી કટિબદ્ધતા અમે સસ્ટેઇનેબલ નફાકારક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”
સ્ટાર હેલ્થ 31 ડિસેમ્બર, 2022ના રોજ ભારતીય સાધારણ વીમા ઉદ્યોગમાં રિટેલ હેલ્થ બજારમાં 33 ટકા હિસ્સો ધરાવે છે.