સ્ટાર બનેલી ફાલ્ગુની પાઠકની એક જીદે બરબાદ કરી નાંખ્યુ કરિયર
મુંબઈ, આજે ફાલ્ગુની પાઠક ભલે નવરાત્રિ અને દાંડિયાના સ્પેશિયલ ગીતો ગાવા પુરતી જ સીમિત રહી હોય, પરંતુ એક સમય હતો જ્યારે લોકો તેના અવાજના દિવાના હતા. ૧૯૯૮ થી ૨૦૦૨ સુધી તેના ગીતો લોકોના હોઠ પર હતા.
તે એટલી પોપ્યુલપ થઈ ગઈ હતી કે લોકો તેના નવા ગીતોની રાહ જાેતા હતા. ફાલ્ગુનીનું કરિયર અચાનક પતન તરફ જવા લાગ્યું જ્યારે તેણે પોતાની શરતો પર કામ કરવાનું નક્કી કર્યું. હકીકતમાં, જ્યારે ફાલ્ગુનીનું પહેલું મ્યુઝિક આલ્બમ ‘યાદ પિયા કી આને લગી’ ૧૯૯૮માં આવ્યું ત્યારે આ આલ્બમે લોકોમાં ધૂમ મચાવી દીધી હતી.
તેના પ્રથમ આલ્બમથી તેને મળેલી જબરદસ્ત સફળતાએ ફાલ્ગુનીની હિંમત વધારી અને પછીના જ વર્ષે ૧૯૯૯માં તેણે તેનું બીજું આલ્બમ બહાર પાડ્યું, જેનું નામ હતું ‘મૈંને પાયલ હૈ છનકાઈ. ફાલ્ગુનીનું બીજું આલ્બમ પણ ખૂબ ચાલ્યું.
આ રીતે તેણે પોતાના આલ્બમથી દુનિયાભરમાં પોતાની જબરદસ્ત ઓળખ બનાવવાનું શરૂ કર્યું અને તે સમયગાળા દરમિયાન ફાલ્ગુનીના ગીતો લગ્નથી લઈને કોઈપણ પ્રકારની પાર્ટી સુધી દરેક જગ્યાએ વાગતા સાંભળવા મળ્યા, પરંતુ આ દરમિયાન તેણે એક ભૂલ કરી અને અચાનક તેનું કરિયર ડૂબવા લાગ્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારથી તેનું પહેલું આલ્બમ હિટ થયું ત્યારથી ઘણા મ્યુઝિક ડાયરેક્ટર્સ તેને ફિલ્મોમાં ગાવાની ઑફર લાવતા હતા, પરંતુ ફાલ્ગુનીએ તે બધી ઑફર્સ ઠુકરાવી દીધી હતી. ફાલ્ગુનીની આ એક જીદને કારણે તેના કરિયરને ઘણું નુકસાન થયું.
ખરેખર, તે ફિલ્મોમાં ગાવા માંગતી ન હતી, જાે કે, એક ઈન્ટરવ્યુમાં, જ્યારે ફાલ્ગુનીને પૂછવામાં આવ્યું કે તે વર્ષોથી લો પ્રોફાઇલ સાથે કેમ રાખે છે, ત્યારે તેણે કહ્યું હતું કે, ‘આ મારો સ્વભાવ છે. હું આખું વર્ષ શો કરું છું, પણ હું એટલી મીડિયા-સેવી નથી.
હું હંમેશા આવી જ રહી છું. આ જ ઈન્ટરવ્યુમાં તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે તેને બોલિવૂડ ફિલ્મોમાં ગાવાની ઘણી ઓફરો મળી હોવા છતાં તેણે ક્યારેય તેને સ્વીકારવાનું વિચાર્યું નથી. તેણે કહ્યું હતું કે, ‘મેં ક્યારેય બોલિવૂડને ગંભીરતાથી નથી લીધું.
મને ઑફર્સ મળી હતી, પરંતુ જ્યારે તમે બૉલીવુડમાં પ્રવેશ કરો છો ત્યારે તમારે બમણી મહેનત કરવી પડશે. હું મારો શો અને આલ્બમ કરીને ખુશ હતી. SS1SS