રસોડાના આ મસાલા ભરપૂર વાપરવાનું શરૂ કરોઃ શરીરની ચરબી ઘટાડશે
શિયાળામાં ઘણી વખત એવું જોવા મળે છે કે ભુખ વધારે પ્રમાણમાં લાગે છે અને થોડી થોડી કલાકે કહીને કઈ ખાવાનું મન થાય છે. જોકે આ રીતે વધારે ખાવાથી વજન પણ ઝડપથી વધી થાય છે. શિયાળો પુરો થાય ત્યાં સધુમાં ઘણા લોકો અનેક કિલો વજન વધારી લેતા હોય છે.
પરંતુ આ શિયાળામાં તમારે તમારું વજન એક પણ કિલો વધવા દેવું ન હોય અને ઉલટાનું વધેલેં વજન પણ ઘટાડી દેવું હોય તો જણાવીએ. શિયાળામાં વજન કંટ્રોલ કરવા માટે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. રસોડામાં રહેલા કેટલાક મસાલા તમને વજન કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
આદુઃ ભારતીય રસોઈમાં આદુનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. વર્ષોથી આદુને ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પાચનતંત્રના સ્વાસ્થ્ય માટે આદુનો ઉપયોગ કરી શકાય છે. આદુ મેટાબોલીઝમને વધારે છે. જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અને શરીર ડિટોક્ષ થાય છે.
કાળા મરીઃ ભોજનનો સ્વાદ વધારતા કાળા મરી શરીરમાં વધેલી ચરબીને બળવામાં પણ મદદ કરે છે. તેમાં એવા કમ્પાઉન્ડ હોય છે. જે ફેટ મેટાબોલીઝમને વધારે છે. અને ચરબી ઘટાડે છે. તજ ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતો સૌથી લોકપ્રિય ગરમ મસાલો છે. તેનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. અને તે કોઈ પણ વાનગીમાં ટેસ્ટ વધારી દે છે. તેનાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવા માટે પણ તે ઉપયોગી છે.
હળદરઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદર વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. હળદરમાં રહેલા શકિતશાળી કમ્પાઉન્ડ રકતને શુદ્ધ કરે છે. અને રોગપ્રતિકારક શકિત વધારે છે. જ શરીરને ચરબી ઝડપથી ઓછી કરવી હોય તો સવારે હુંફાળા પાણીમાં હળદર ઉમેરીને પીવાનું રાખો. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે.