SBIએ ઉબર ફ્લીટ પાર્ટનર્સને વિશિષ્ટ લોન સોલ્યુશનથી સક્ષમ કર્યાં
મુંબઇ, 22 નવેમ્બર, 2024: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ યુબરના ફ્લીટ પાર્ટનર્સ માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયેલી કસ્ટમાઇઝ્ડ વ્હીકલ લોન પ્રોડક્ટની રજૂઆત કરી છે. ઉબરના ફ્લીટ પાર્ટનર્સ માટે આ લોન લો-કોસ્ટ અને વિશિષ્ટ નાણાકીય ઉકેલોની સાથે-સાથે સુવિધાજનક લોન વિતરણ સક્ષમ કરે છે.
બે કંપનીઓ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી એસબીઆઇના વિશાળ ફાઇનાન્સિયલ સર્વિસિસ નેટવર્ક અને ઉબરની ટેક્નોલોજીનો લાભ લઇને સુનિશ્ચિત કરશે કે ફ્લીટ પાર્ટનર્સ કાર્યક્ષમ રીતે તેમની ફ્લીટનું વિસ્તરણ કરી શકે અને તેમની કામગીરીમાં વધારો કરી શકે. આ સહયગનો ઉદ્દેશ્ય ભારતના રાઇડ-હેલિંગ ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિમાં યોગદાન આપવાનો પણ છે. State Bank of India empowers Uber fleet partners with tailored loan solution.
એસબીઆઇના એમડી વિનય એમ ટોંસે (રિટેઇલ બિઝનેસ અને ઓપરેશન્સ)એ કહ્યું હતું કે, “એસબીઆઇ ખાતે અમે સમગ્ર ભારતમાં બિઝનેસિસને સપોર્ટ કરતી ઇનોવેટિવ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે કટીબદ્ધ છીએ. ઉબર સાથેની અમારી ભાગીદારી ગ્રાહકોના વિવિધ સમૂહ માટે અનુકૂળ સોલ્યુશન્સ પ્રદાન કરવાના અમારા પ્રયાસો દર્શાવે છે. ઉબર ફ્લીટ પાર્ટનર્સને વાજબી ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે અમે રાઇડ શેરિંગ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરી રહ્યાં છીએ તેમજ સુનિશ્ચિત કરીએ છીએ કે ફ્લીટ માલીકો પાસે સફળતા માટે જરૂરી મૂડીની એક્સેસ હોય.”
આ ભાગીદારી વિશે પ્રતિક્રિયા આપતાં ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પ્રભજીત સિંઘે કહ્યું હતું કે, “આ ભાગીદારી તેના ફ્લીટ ભાગીદારો પ્રત્યે ઉબરની કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે અને ભારતના રાઈડ શેરિંગ ઈકોસિસ્ટમમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના અમારા વિઝન સાથે અનુરૂપ છે. એસબીઆઇની કસ્ટમાઈઝ્ડ ઓફરિંગ દ્વારા સસ્તી લોન આપીને અમે સક્ષમ વાતાવરણ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ, જે ફ્લીટ પાર્ટનર્સને તેમની કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી ટુલ પ્રદાન કરવા અને ઇન્ડસ્ટ્રીના એકંદર વિકાસમાં યોગદાન આપે છે.”