Western Times News

Gujarati News

ભિલોડા ખાતે રાજ્યકક્ષાનો આદિજાતિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે

પ્રતિનિધિ.મોડાસા. રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા “આઝાદીના અમૃત મહોત્સવ “અંતર્ગત આયોજીત ગુજરાત રાજ્યનો ૨૯મો આદિજાતિ મહોત્સવ -૨૦૨૩,તારીખ ૪ – ૫ માર્ચ ૨૦૨૩ ના સમય રાત્રે ૦૭.૦૦ કલાકે,શ્રી એન.આર.એ વિદ્યાલય ભિલોડા ખાતે યોજાશે.આજે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સ્થળમુલાકાત કરવામાં આવી અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

પ્રાકૃતિમાં રમતા અને ઉછરતા આદિવાસી લોકજીવનની પરંપરાઓ તેમની ભાતીગળ સંસ્કૃતિ અને સમાજ જીવનને સદીઓથી આગવી ઓળખ મળેલી છે. આવી આદિજાતિ સંસ્કૃતિની ધરોહરને ધબકતી રાખવા રાજ્ય સરકાર દ્વારા માનનીય કેબિનેટ મંત્રીશ્રી ર્ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને અંબાજી થી લઈને ઉમરગામ સુધી વિસ્તરેલી પૂર્વ પટ્ટીના ૧૪ જિલ્લાઓ તથા અન્ય રાજ્યના ૭૦૦થી વધુ કલાકારો તેમની આગવી અનેરી નૃત્યશૈલીમાં પારંપરિક વાદ્યોના તાલે એક મંચ પરથી આદિજાતિ સાંસ્કૃતિક લોકનૃત્ય ની અનોખી પરંપરાની ઝાંખી કરાવશે.રાજ્યકક્ષાના મહોત્સવમાં અરવલ્લી જિલ્લાવાસીઓને ઉત્સાહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.