Western Times News

Gujarati News

સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, અમદાવાદમાં ૩ સ્થળે દરોડા

અમદાવાદ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં ત્રણ સ્થળે દરોડા પાડીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લીધો છે. હવે બૂટલેગરો ટ્રેનમાં દારૂ લાવી રહ્યા હોવાનો પોલીસે પર્દાફાશ કર્યાે છે. જ્યારે ધૂમ સ્ટાઇલમાં દારૂ ભરેલી ઇકો કારનો પીછો કરીને દારૂ ઝડપી લેવામાં આવ્યો છે.

સાબરમતીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો ઃ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સાબરમતીમાં દારૂનું કટિંગ થઇ રહ્યું છે. ટીમે રેડ કરતા દારૂની પેટીનું કટિંગ (વિતરણ) થઇ રહ્યું હતું. પોલીસને જોતાની સાથે જ બૂટલેગરોમાં દોડાદોડી થઇ ગઇ હતી. કેટલાક લોકો ભાગવામાં સફળ થઇ ગયા હતા.

મોનિટરિંગ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દારૂનો જથ્થો મગાવનાર મહેન્દ્ર ઉર્ફે મેંદુ જાડેજા ફરાર થઇ ગયો હતો. પોલીસે બે વાહન સાથે દારૂની ૭૩૩ બોટલ જપ્ત કરી હતી.

વાહનચાલકો દારૂનો જથ્થો લેવા આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૩.૬૫ લાખનો દારૂનો જથ્થો ઝડપી ૮૦ હજારના બે વાહન જપ્ત કર્યા હતા. મહેન્દ્ર ઉર્ફે મેંદુ દારૂનું કટિંગ કરી રહ્યો હતો ત્યારે જીસ્ઝ્ર ત્રાટકી હતી અને દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

SMCએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.હવે રાજસ્થાનથી દેશી દારૂ ટ્રેનમાં અમદાવાદ મોકલાઇ રહ્યો છે ઃ ટ્રેનમાં પણ દારૂ, ડ્રગ્સ તેમજ ગેરકાયદે ચીજવસ્તુઓની હેરફેર થતા હોવાના અનેક કિસ્સા નોંધાયા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, ઉદેપુરથી અમદાવાદ આવી રહેલી ટ્રેનમાં દેશી દારૂનો જથ્થો લઇને કેટલાક લોકો આવી રહ્યા છે. મોનિટરિંગ સેલની ટીમ અસારવા રેલવે સ્ટેશન પહોંચી ગઇ હતી અને ઉદેપુરથી આવેલી ટ્રેન ચેક કરી હતી.

ટ્રેનમાંથી પોલીસે ૭૭૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે સાબરકાંઠાના તલોદમાં રહેતા આકાશ દેવીપૂજક, શહેરકોટડામાં રહેતા શાહરૂખ ઘાંચી અને સાજીદ અંસારીની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછમાં જણાયું હતું કે, દારૂનો જથ્થો તલોદના આંબાવાડી ગામમાં રહેતા પીન્ટુ ઠાકોરે મોકલ્યો છે. શહેરકોટડાના શોહેલે દારૂ મગાવ્યો હતો.

આમીર અને રવિ દારૂ લેવા આવવાના હતા. કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.મોનિટરિંગ સેલે ધૂમ સ્ટાઇલમાં દારૂ પકડ્યો ઃ સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે કણભાથી ઓઢવ જવાના રોડ પર એક ઇકો કારમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે એક ઇકો કાર પૂરઝડપે આવી હતી. પોલીસે ઇકો કાર રોકવાની કોશિશ કરી હતી પરંતુ તે ઊભી ન રહેતા પૂરઝડપે પસાર થઇ ગઇ હતી.

પોલીસે ઇકો કારનો પીછો કર્યાે હતો અને સિંગરવા ગામના ઓવરબ્રિજ પર કારને ઝડપી લીધી હતી. ઇકો કારમાંથી જીસ્ઝ્રએ ૯૫૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યાે છે પોલીસે કારચાલક રાહુલ મીણાની ધરપકડ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.