ભારત સરકાર પાકિસ્તાન પ્રવાસ માટે ક્રિકેટ ટીમને મંજૂરી આપે તેવી શક્યતા નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Anurag-1024x710.jpg)
વર્લ્ડકપમાં રમવા માટે ક્વોલિફાય થયેલી તમામ ટીમને આમંત્રિત કરાશે; આવવું કે નહીં તે તેના ઉપર નિર્ભર છે
નવીદિલ્હી, ખેલાડીઓની સુરક્ષાને સર્વોપરી ગણાવતાં રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાનમાં 2023 એશિયા કપમાં ભાગ લેવા અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલય કરશે સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે ભારતીય ટીમના જવાની સંભાવના લગભગ ના બરાબર છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે આઈઇીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમતાં આવ્યા છીએ પરંતુ દ્વિપક્ષીય શ્રેણીઓને લઈને અમારું વલણ પહેલાં જે હતું તે હજુ પણ યથાવત છે.
આતંકવાદના ઓછાયામાં ક્રિકેટ રમાઈ શકે નહીં. ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો પાકિસ્તાન પ્રવાસે ગયા બાદ પણ સુરક્ષાને લઈને હજુ આશંકાઓ છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ઠાકુરે કહ્યું કે ઑસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની તુલનાએ ભારતની સ્થિતિમાં ઘણો ફરક છે.
વધુમાં અનુરાગ ઠાકુરે ઉમેર્યું કે ભારતમાં વિશ્વ કપ રમવા માટે ક્વોલિફાય થઈ ચૂકેલી તમામ ટીમોને આમંત્રણ આપવામાં આવશે. ભારત હવે એ સ્થિતિમાં નથી કે કોઈનું પણ સાંભળશે અને સંભળાવી જાય તેવું કોઈ પાસે કારણ પણ નથી. અમે તમામનું સ્વાગત કરશું અને આશા છે કે બધા રમવા માટે આવશે.
આનું તો કંઈક અલગ જ ચાલતું હોય ! અકમલે કહ્યું, માહોલ ગરમ હોવાથી ભારત-પાકિસ્તાન મુકાબલો રદ્દ કરો
ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યારે જોરદાર તણાવ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે એવું બેતુકું બયાન આપી દીધું છે કે જેનાથી નવો વિવાદ જાગી શકે છે.
અકમલે કહ્યું કે અત્યારે બન્ને દેશોમાં ગરમાગરમ માહોલ ચાલી રહ્યો હોવાથી રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારો મુકાબલો રદ્દ કરવો જોઈએ. તેણે કહ્યું કે આવતાં વર્ષે વન-ડે વિશ્વકપ માટે પાકિસ્તાને પણ ભારતની યાત્રા ન કરવી જોઈએ.