ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો

તણાવ ભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષામાં વધારો કરાયો છે
નર્મદા, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષામાં વધારો કરાયો છે. સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ એસઆરપીએફના સેનાપતિ અને જિલ્લાના પોલીસ અધિકારીઓ વચ્ચે તાત્કાલિક મીટીંગ કરાઈ હતી.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ ભારતીય પ્રવાસીઓને મારી નાખ્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ અનેક પાકિસ્તાનના આંતકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આંતકીઓના અડ્ડા ઉપર હુમલા કર્યા છે.
પાકિસ્તાનને ભારતે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય સેના પાકિસ્તાનની શાન ઠેકાણે લાવી દીધી છે. ત્યારે હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિ છે, તેવામાં ગુજરાત રાજ્યની જીવાદી સરદાર સરોવર નર્મદા ડેમની સુરક્ષામાં પણ સાવચેતીના ભાગરૂપે વધારો કરી દેવામાં આવ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આવવા જવાના રસ્તા ઉપર તેમજ અન્ય જે સુરક્ષા પણ છે, ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
અહીંયા આવતા જતા પ્રવાસોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને અને વાહનો જે છે તેઓનું પણ કડક હાથે પોલીસ અને એસઆરપીએફના જવાનું અને સી.આઈ.એસ.એફના જવાનો ચેકિંગ કરી રહ્યા છે.
આ અંગે નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત શુંબે જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને પ્રવાસીઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત તેઓ નજીકના સુરક્ષા કર્મી કે પોલીસને જાણ કરે. હાલમાં બંને સ્થળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું એસપી પ્રશાંત શુંબે જણાવ્યું હતું.