આ ગુજરાતી મહિલા પત્રકાર છ વર્ષ જેલમાં રહીઃ હવે લીધી બીગ બોસમાં એન્ટ્રી

મુંબઈ મિરર, ફ્રી પ્રેસ જર્નલ અને મિડ ડે માટે કામ કર્યું હતું. આ ગુજરાતી પત્રકાર મહિલાના સંબંધો અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન સાથે સંકળાયેલા હતા તેવા આરોપ પોલિસે લગાવ્યા હતા.
મુંબઈ, જીગ્ના વોરાએ પણ બિગ બોસ ૧૭માં એન્ટ્રી લીધી છે. જિગ્ના વોરા એક ક્રાઈમ રિપોર્ટર છે જેણે મુંબઈ મિરર, ફ્રી પ્રેસ જર્નલ અને મિડ ડે માટે કામ કર્યું છે. જિગ્નાનું નામ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે જિગ્ના વોરા વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૭માં પહોંચી છે. ૨૦૧૧માં પત્રકાર જ્ર્યોતિમય ડેની હત્યાના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા.
આ હત્યામાં મહિલા પત્રકાર જીજ્ઞા વોરાનું નામ પણ સામે આવ્યું હતું. ૧૧ જૂન, ૨૦૧૧ના રોજ પવઈના હિરાનંદાનીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા જ્ર્યોતિમય ડેની હત્યા કરવામાં આવી હતી.
જેમાં હત્યારાઓની ઓળખ અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન સાથે સંકળાયેલા સાત લોકો તરીકે કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસ બાદ મુંબઈ પોલીસે રાજન અને વોરા પર આરોપ લગાવ્યા હતા.
વર્ષ ૨૦૧૨માં મુંબઈ પોલીસે જીગ્ના વોરા વિરુદ્ધ ગુનાહિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી, ૬ વર્ષ જેલમાં વિતાવ્યા પછી, જીજ્ઞા વોરાને પાછળથી જામીન મળી ગયા અને ૨૭ જુલાઈ ૨૦૧૨ ના રોજ મુક્ત કરવામાં આવી. જીજ્ઞા વોરા ટૂંક સમયમાં બિગ બોસ ૧૭માં જાેવા મળશે. આ શોમાં ચાહકો જાણી શકશે કે તે વાસ્તવિક જીવનમાં કેવી છે.
હંસલ મહેતાની વેબ સિરીઝ સ્કૂપ, જેમાં કરિશ્મા તન્ના મુખ્ય ભૂમિકામાં છે, તે પત્રકાર જિગ્ના વોરાના હાઇ-પ્રોફાઇલ કોર્ટ કેસથી પ્રેરિત છે. 2011 માં, જીગ્ના પર અન્ય જાણીતા પત્રકાર જે ડેની હત્યામાં ગેંગસ્ટર છોટા રાજન સાથે કથિત રીતે કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જીગ્ના વોરાને 2018 માં તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેણીએ તેની અગ્નિપરીક્ષા અને અનુભવો બિહાઈન્ડ બાર્સ ઇન ભાયખલા (Behind the bars in Bhaykhalla) પુસ્તકમાં વર્ણવ્યા હતા.
ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્મા અને તેના પતિ નીલ ભટ્ટ પણ પહોંચ્યા છે. આ બંને કપલ પણ ઘરમાં રહેવા ગયા છે. આ શોમાં આવનાર યુગલ ઈશા માલવિયા અને અભિષેક કુમાર છે. બિગ બોસ ૧૭ શરૂ થઈ ગયો છે. આ વખતે આ સિઝન કેવી રહેશે તે જાેવા માટે લોકો ઉત્સુક છે.SS1MS