Western Times News

Gujarati News

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી 

Gandhinagar, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહસામાન્ય પ્રવાહવ્યવસાયલક્ષી પ્રવાહઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહગુજકેટ – ૨૦૨૫ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપ સૌ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આપના માતા પિતાનું ગૌરવ વધારશો તેવું મને વિશ્વાસ છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કેજે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિદ્યાર્થીને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા ‘બેસ્ટ ઓફ ટુ પરીક્ષા’ અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિદ્યાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે.

વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કેકોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. માતા પિતાના આપના સાચા સ્નેહી છેએમનો ગુસ્સો આપ સૌ બાળકો આગળ વધારવા માટેનો હોય છે. આપ સૌ વિધાર્થીઓને મારી વિનંતી છે કે જે વિધાર્થીઓ નાપાસ થયા છે એ આજથી જ તૈયારી કરી પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી
શકે છે.

 વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું કેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ બોર્ડ સારી કામગીરી કરી રહ્યું છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ટ્રેકિંગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ચોરીના બનાવો બન્યા નથી તે એક શિક્ષણ વિભાગનું હકારાત્મક પાસું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.