અમદાવાદમાં 61 સ્થળે સ્ટીલના યુરિનલ મુકવામાં આવશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત રોડ, બ્રીજ, ધાર્મિક સ્થળો વગેરેની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત નાગરિકોની સુવિધા માટે તેમજ સ્વચ્છતાના ધોરણ જળવાય તે હેતુથી પે એન્ડ યુઝ તૈયાર કરવામાં આવ્યા છે
પરંતુ કેટલાક વિસ્તારોમાં મોટી જગ્યાના અભાવે કે અન્ય કારણોસર જાહેર યુરિનલ બની શકયા નથી તેથી આવા સ્થળે ભારે ગંદકી થતી હોય છે જે શહેરની સુંદરતામાં ઘટાડો કરે છે તેથી મ્યુનિ. કોર્પોરેશને આવા સ્થળોનો સર્વેક્ષણ કરી એસ.એસ.ના (સ્ટેઈનલેસ સ્ટીલ) યુરિનલ મુકવા માટે નિર્ણય કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ પ્રકારના પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં સ્વચ્છતાને અગ્રક્રમ આપવામાં આવ્યો છે. શહેરમાં જે સ્થળોએ કુદરતી હાજતે જવાની સુવિધા ઉપલબ્ધ ન હોય અથવા અપુરતી સુવિધા હોય તેવા સ્થળે પણ સ્વચ્છતા જળવાય તે માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે
જેના માટે દરેક વોર્ડમાં આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નર દ્વારા ખાસ સર્વે કરવામાં આવ્યો જેમાં નાગરિકોની સુવિધા સચવાય તેમજ આરોગ્ય અને સફાઈની જાળવણી થઈ શકે તેવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે આ સર્વે મુજબ ૭ ઝોનમાં ૬૧ નંગ સ્ટેનલેશ મટીરીયલના પબ્લીક યુરીનલ મુકવામાં આવશે જેના માટે પ્રતિ નંગ અંદાજે રૂ.૩.૯પ લાખનો ખર્ચ થશે આ પ્રકારના યુરીનલનો ઉપયોગ શરૂ થયા બાદ ગંદકીમાં ઘટાડો થશે જેના કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને સારી ક્રમાંક મળે તેવી આશા રાખવામાં આવી છે.