૩ બાળકો બાદ કરાવી નસબંધી, તેમ છતાં પેદા થતા ગયા બાળકો

નવી દિલ્હી, બિહારમાં ભ્રષ્ટાચારના ઘણાં કિસ્સા પ્રચલિત છે. બિહારમાં આજે પણ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે, જેને જોયા પછી આશ્ચર્ય થાય છે અને કેટલાક લોકો એવું કહેતા પણ સાંભળવા મળે છે કે આવું માત્ર બિહારમાં જ થઈ શકે છે.
તાજેતરમાં જ બિહારના આરોગ્ય વિભાગ તરફથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કપલે પોતાની સાથે ઘટેલી ઘટના લોકો સાથે શેર કરી છે. આ વીડિયોમાં કપલ અને તેના છ બાળકો દુનિયાની સામે આવ્યા. તેમાં જોવા મળી રહેલી મહિલા ફરીથી પ્રેગ્નેન્ટ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ કપલે ત્રણ બાળકો બાદ જ નસબંધી કરાવી લીધી હતી.
આ નસબંધી સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સે કરી હતી, પરંતુ ત્યાર બાદ પણ મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો અને એકવાર ફરી પણ ગર્ભવતી થઈ ગઈ. વીડિયોમાં દંપતીનું કહેવું છે કે ત્રણ બાળકો થયા બાદ જ તેઓએ સરકારી હોસ્પિટલમાં પત્નીની નસબંધી કરાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ પણ તેની પત્નીએ પાછળથી વધુ ત્રણ બાળકોને જન્મ આપ્યો અને ફરી એકવાર તેની પત્ની ગર્ભવતી બની છે.
આ રીતે આ કપલ હવે કુલ સાત બાળકોના માતા-પિતા બની ગયા છે. દંપતીનું કહેવું છે કે સરકારી હોસ્પિટલ આ બાબતે ગંભીર નથી. જ્યારે તેઓએ આ અંગે ફરિયાદ કરી, ત્યારે તેને દર વખતે બાળકને ગર્ભપાત કરવાની સલાહ આપવામાં આવી હતી.
પરંતુ હોસ્પિટલે પોતાની ભૂલ સ્વીકારી નહતી. એટલું જ નહીં, હોસ્પિટલ સ્ટાફ પતિને નસબંધી કરાવવાની સલાહ આપતો જોવા મળ્યો હતો. દંપતીએ ગર્ભપાત કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે હવે તેમને છ બાળકો છે અને ફરી એકવાર દંપતી ગર્ભવતી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ તે વાયરલ થઈ ગયો હતો. ઘણા લોકોએ કોમેન્ટમાં લખ્યું કે આ માત્ર બિહારમાં જ શક્ય છે.SS1MS