Western Times News

Gujarati News

શેરબજાર તૂટી પડે ત્યારે બજારમાં ટકી રહેવું કે નીકળી જવું?

હાલનો સમય રોકાણ જાળવી રાખવાનો છે, બજારમાંથી નીકળી જવાનો અથવા એસઆઈપીપ બંધ કરવાનો સમય ફાટફાટ તેજીની વચ્ચેનો હોય છે. બજાર એકદમ ઘટી ગયું ત્યારે તો તેમાંથી બહાર નીકળી જવાનો વિચાર લગભગ કયારેય ન કરાય, જે રોકાણકારો બજારના ઘટાડામાં ગભરાઈને બહાર નીકળી જાય છે તેઓ આગળ ઉપરની તેજીનો લાભ ગુમાવી દે છે.

આજકાલ મને જે સવાલ પુછાય તે કંઈક આ પ્રકારના હોય છે. હવે હું મારા પોર્ટફોલીયોનું શુંં કરુ મારે બજારમાંથી નીકળી જવું જોઈએ ? શું મારે એસઆઈપી બંધ કરી દેવું જોઈએ આ સવાલોના જવાબ આપું તે પહેલા શેરબજારમાં તાજેતરમાં શું થયું અને બજારમાં આટલો રકતધાપ કોના કારણે થયો એ સમજી લેવું જરૂરી છે.

શેરબજારમાં ગયા શુક્રવારે સેન્સકેસમાં ૧૪૧૪ પોઈન્ટ ૧.૯ ટકા તુટી ગયો. રોકાણકારોના રૂ.૯ લાખ કરોડ ધોવાઈ ગયા છેલ્લા એક મહીનામાં સેન્સેકસ અઅને નિફટી છ ટકા ઘટી ગયા છે. અને રોકાણકારોએ ૪૦ લાખ કરોડ ગુમાવ્યા છે. નિફટી પ૦ તેની સર્વોચ્ચ સપાટીથી ૧પ.૬ ટકા ઘટી ગગયો છે.

જયારે નિફટી મીડ-કેપ નીફટી સ્મોલ- કેપ અને માઈક્રો -કપે ર૧થીર૬ ટકા ઘટી ગયા છે. મારીકાઈથી જોતા સૌથી પહેલી અચરજની વાત છે. કે છેલ્લા થોડા મહીનામાં સુચકાંએ અને વ્યકિતગત કોરોના ઘટાડવા મોટો તફાવત દેખાય છે. સેન્સેકસ તેની સર્વોચ્ચ સપાટીથી ૧૩.પ ટકા નીચે આવ્યો હોય અને સ્મોલ કેપ ઈન્ડેક્ષ ર૭ ટકા ઘટયો હોય તો રોકાણકારો આટલા વ્યથિત કેમ છે?

આ વ્યથાનો ખુલાસો વિગતોમાં છુપાયેલા છે. સુયકાંકનો ઘટાડો ભલે માફકસરને લાગ્યો હોય પરંત તેનો માર વધારે વર્તાય છે. કેમ કે લગભગ ૬૪ ટકા શેરો તેમના પર સપ્તાહના શિખરેથી રપથી૬૪ ટકા નીચે પટકાયા છે. બીજો ૧૯ ટકા તો પ૦થી૮૦ ટકા તુટી ગયા છે. આમ આશરે ૮પ ટકા શેરોના ભાવમાં રપ ટકા અથવા વધુ ઘટાડો થયો છે. આનો અર્થ એ કે સુર્યકોકોનો ઘટાડો એટલો બધો મોટો નથી તો પણ રોકાણકારોના પોર્ટફલીયોમાં થયેલું નુકશાન ઘણું મોટું છે કેમ કે વ્યકિતગત શેરોમાં જબ્બર ઘટાડો થયો છે.

આ તો જે થઈ ગયું છે તેની વાત થઈ હવે રોકાણકારે શું કરવું તેના પર આવીએ તો આપણે બજારનું મુળભુત માળખું સમજવું પડે અમેરીકાથી લઈને દક્ષીણ અમેરીકા અને યુરોપમાં થયેલા સંખ્યાબંધ અભ્યાસનો સાર એક જ છે. બજારનું સેન્ટીમીટર વિરોધી નિર્દેશ આપે છે.

ગભરાયેલા હોય નર્વસ હોય અનિશ્ચિત ગુંચવાયેલા કે ચિંતીત હોય ત્યારે એ પછી આવનારા સમયમાં સરેરાશ કરતાં વધુ વળતર મળતું હોય છે. તેથી ઉલટું જયારે બજારમાં તેજીમય અને આશાવાદી હોય જેમ અત્યારે છે. ર૦ર૪ના ખોટા ભાવમાં શેરોમાં હતો કે ત્યારે એ પછીના સમયમાં મળનાર વળતર સરેરાશ કરતાં ઓછું હોય છે. ટુંકમાં કહીએ તો જયારે તમને બજારમાંથી બહાર નીકળી જવાનું અથવા એસઆઈપી બંધ કરવાનું મન થતું હોય. ત્યારે એ સમય રોકાણ જાળવી રાખવાનો હોય છે.

આવું શા માટે થાય છેકે સમજવા માટે ભારતીય શેરબજારના સુચકાકોને ભુતકાળ તપાસીએ આ સૂચકાંકો છેલ્લા ચાલીસ વર્ષથી ઉપલબ્ધ છે. કે તેમ આ ચાલીસ વર્ષનો શ્રેષ્ઠ દસ દિવસ ચુકી ગયા એટલે કે એ દસ દિવસ બજારમાં તમારુરં કોઈ રોકાણ ન હતું. બાકીના વર્ષોમાં તમે રોકાણ જાળવી રાખ્યું હતું.

જો આવું અને તો શું થાય તમને થશે કે બહુ ફરક ન પડવો જોઈએ. આખરે ચાલીસ વર્ષ સામે દસ દિવસની શું વિસાત છે પરંતુ તમને વાઈ લાગશે કે તમારા વળતર પર એની અસર આંચકો આપે એઅટલે મોટી હશે. ચાલીસ વર્ષમાં એ દસ દીવસ જો તમે ચુકી જાવ તો તમારા વળતરમાં બે તૃતીયાંશ ૬૭ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.

ધારો કે ચાલી વર્ષ અગાઉ તમે રોકેલા રૂ.૧૦૦નું મૂલ્ય આજે વધીને રૂ.૭પ,૦૦૦ થઈ ગયું છે. પરંતુ જો તમે એ દસ દિવસ રોકાણ ન કર્યું હોય તો તમારા રોકાણનું મુલ્ય માત્ર ૃ રૂ.રપ,૦૦૦ હશે. જો તમે આ ચાલીશ વર્ષના ૩૦ શ્રેષ્ઠ દિવસ રોકાણ નહી ધરાવતા હો તો તમારા વળતરમાં ૯૦ ટકાનો ઘટાડો થશે અર્થાત ૧૦૦ રૂપિયાનું રોકાણનું મુલ્ય ચાલીસ વર્ષ પછી માત્ર રૂ.૭૦૦૦ હશે.

રોકાણ કરવામાં ખાસ કરીરને ઈકિવટીમાં રોકાણ કરવામાં રહેલુ જોખમ આપણે સૌ જાણીએ સમજીએ છીએ કે પરંતુ રોકાણ ન કરવામાં રહેલું જોખમ ઉપરોકત ઉદાહરણ પરથી સમજાય છે. છેલ્લા ચાલીસ વર્ષના આંકડા બીજી પણ એક વાત ઉજાગર કરેર છે. લગભગ દરેક વખતે શેરબજારના ઉછાળા ભય અને અનિશ્ચિતા વાતાવરણમાં જ આવ્યા છે. તેજીનો વાતાવરણમાં બજારમાં ઉછાળા આવતા નથી.

આવું માત્ર ભારતની બજારોમાં જ બને છે. એવું નથી એસએન્ડપી ૧૦૦ શ્રેષ્ઠ દીવસ રોકાણ ન ધરાવતા હો તો તમરું બધું જ વળળતર ધોવાઈ જાય. તમે ૧૦૦ વર્ષ પહેલાં ૧૦૦ ડોલરનું રોકાણ કર્યું હોય તો આજે તમારા રોકાણનું મૂલ્ય ૧૦૦ ડોલર કરતા પણ ઓછું હશે !

વાતનો સાર એ છેકે મોટા ભાગે બજારમાં રોકાણ જાળવી રાખવું એ અકલમંદનું કામ છે. બજારમાંથી નીકળી જવાનો અથવા એસઆઈપી બંધ કરવાનો સમય ફાટફોડ તેજીની વચ્ચેનો હોય છે. બજાર એકદમ ઘટી ગયું ત્યારે તો તેમાંથી બહાર નીકળી જવાનો વિચાર લગભગ કયારેય ન કરાય. ટુંકમાં હાલનો સમય રોકાણ જાળવી રાખવાનો છે. અનેક ગણતરીઓમાં કમ્પાઉન્ડીગમાં જે ફાયદા ગણાવવામાં આવે છેતે તમને તો જ મળે જ મળે તમે રોકાણ જાળવી રાખ્યું હોય. જો કે તમારે તમારા પોર્ટફેલીયોમાં ફેરફાર કરવા પડે એવું બની શકે. ખાસ કરીને તમારે સ્મોલ-કેપ અથવા માઈક્રો-કેપ શેરોમાં અથવા અત્યાર સુધી લોકપ્રીય હોય એવી થીમના શેરોમાં રોકાણ ઘટાડવું પડે.

રોકાણો એક સોનેરી નિયમ એ છેકે કોઈ દિવસ એના એ જ સ્ટોક કે ફંડમાંથી તમારી ખાંટ ભરપાઈ કરવા પ્રયરાસ કરવો નહી. ઘણીવાર આપણે કોઈ શેર ૧૦૦ રૂપિયે લીધો હોય અને આજે એનો ભાવ રૂ.૧૬પ ઘટીને પાછો ૧૦૦ રૂપ્યિા થઈ જાય તો એને વેચી નાખીશ. પરંતુ બજારને તમારી ખરીદ કિંમતમાં કશો જ રસ નથી. કેટલાય શેર એવા છે જેમાં એક વખત જોવાયેલા ભાવ ફરી કદી પાછા આવતા નથી.

જે કંપનીના શેર કે બોન્ડ તમારી પાસે હોય તેના પ્રત્યે આશકિત ન રાખો. તમારા પોર્ટફોલીયોને ઉદેશ એક જ ખોટું જોખમ લીધા વગર મહત્તમ સંપત્તિનું ૧૬પથી ૧૦૦ રૂપિયા સુધીની માત્રા અત્યારે તમારી પાસે હોય એવા શેર કે ફંડ દ્વારા થાય કે બીજા કોઈ શેર કે ફંડ દ્વારા એનાથી કશો ફરક પડતો નથી.

બીજી એક મહત્વની સલાહઃ તમારા પોર્ટફોલીયોમાં કોઈ એક જ શીખ ઉધોગ ક્ષેત્રે સ્મોલ કેપ શેરો કે એક જ દેશો માટેની મ્યુચ્યુઅલ ફંડોનું વધુ પડતું પ્રમાણ થવા દેશો નહી. સારુ રોકાણ કરવાનું કામ લગભગ હંમેશા કંટાળાજનક હોય છે. તમારી અસ્કયમાબતોની ફાળવણી યોગ્ય રીતે કરો તમારી મુડી વિવિધ અસ્કયામતોમાં યોગ્ય રીતે વહેચો કે ઈકિવટીમાં મલ્ટીકેપ અથવા ફલેકિસ્કેપ ડાઈવસીફાઈડ ફંડો કે પોર્ટફોલયો ધરાવતો હીતાવહ છે.

સાંકડી થીમ પર કેન્દ્રીત થયેલી મ્યુઅુલ ફંડોની નવી યોજના ઓમાં બહુ રસ ન લેશો. તેની પાછળ પડશો નહીનજીકના ભવીષ્યમાં તેની કામગીરી બજાર કરતાં ઉતરતી રહેવાનો સંભવ છે. શેરોના ફંડમેન્ટસ બરાબર સમજી લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.