Western Times News

Gujarati News

આસામ જાેરહાટ શહેરમાં આવેલ બેકરીમાં ચોરોએ ચોરી કરી ત્યાં જ બર્થ ડે પાર્ટી ઉજવી

નવી દિલ્હી, તસ્કરો અને ચોરને ખૂબ ચબરાક સમજવામાં આવે છે. તેઓ તકનો લાભ લઈ કોઈ કિંમતી વસ્તુ ક્યારે સેરવી જાય તેની સામાન્ય માણસને ખબર પણ રહેતી નથી. અંધારામાં વધુ અવાજ કર્યા વગર ઘરે કે કોઈ અન્ય સ્થળે હાથફેરો કરવાની આવડત તેમનામાં હોય છે. પણ તેમણે કરેલી નાની મોટી ભૂલ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. Thieves stole a bakery and celebrated a birthday party there

ક્યારેક તેઓ મૂર્ખામી પણ કરી બેસતા હોય છે. આવી જ ભૂલ આસામના જાેરહાટમાં બે ચોરોએ કરી હતી. તેમણે બેકરી લૂંટવાનો પ્રયાસ કર્યા બાદ સ્થળ પર જ તાજી કેક સાથે જન્મદિવસ પણ ઊજવ્યો હતો. આ બનાવની વિગતો મુજબ બે ચોરોએ મંગળવારે આસામના જાેરહાટ શહેરમાં રોયલ રોડ પર આવેલ મનીષા બેકરી લૂંટી હતી.

તેમણે બેકરીમાં લૂંટ મચાવી હતી અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ બંને ચોરની ઓળખ ગિતલુ ગોગોઈ અને સંજય પટનાયક તરીકે થઈ છે. આ વાયરલ વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે, બંને ચોર હાથમાં કેક લઈને ડાન્સ કરી રહ્યા છે અને એકબીજા પર કેક ફેંકી રહ્યા છે.

બર્થ ડે બોય બનીને પોઝ પણ આપી રહ્યા છે. અડધી રાત્રે દુકાનમાં ઘૂસ્યા છે અને કેક સાથે ગમે તેમ રમી રહ્યા છે. કેક ડાન્સ કર્યા પછી કેશ કાઉન્ટર પરથી ૧૨ હજાર રોકડની ઉઠાંતરી પણ કરી છે. જાેરહાટ પોલીસે ફૂટેજ મેળવીને ગુરુવારે આ બે ચોરની ધરપકડ કરી લીધી છે.

ત્યારબાદ પોલીસ સોશિયલ મીડિયા પર ફની પોસ્ટ પણ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હેપ્પી બર્થ ડે બોય્ઝ’. પોલીસે આ પોસ્ટ શેર કર્યા પછી આસામ પોલીસના કામની સરાહના કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ પોસ્ટ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે અને કટાક્ષમાં ચોરને જન્મદિવસની શુભકામના પણ પાઠવી રહ્યા છે.

પોલીસે આ ચોર પાસેથી ચોરીનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. આ ફોનમાં ચોરે કેક સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો. બંનેએ બેકરીમાં લૂંટફાટ અને તોડફોડ કર્યા પછી મેડિકલ સ્ટોરમાં પણ લૂંટ મચાવી હતી. આ જ દુકાનમાં વર્ષ ૨૦૧૮માં લૂંટફાટ અને તોડફોડ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.