હોસ્ટેલમાં તાંબાની પાઈપ ચોરવા સોલાર વોટર હીટરની પેનલો પથ્થરથી તોડી
તાંબાની પાઈપ ચોરવા માટે આ યુવકો સોલાર વોટર હીટરની પેનલો પથ્થર મારીને તોડતા હતા
(એજન્સી)અમદાવાદ, લોકો તાંબાની પાઈપ અને પેનલ ગમે ત્યાંથી ચોરીને વેચતા હોય છે. ત્યારે જ ગુજરાત યુનિ. નજીક એલડી એન્જીનીયરીગ હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પર લગાવેલા સોલાર વોટર હીટરની પેનલોને પથ્થરથી તોડી તેમાંથી તાબાની પાઈપો તથા પટ્ટીઓની ચોરી કરવા ઓલા બે યુવકોને સીકયુરીટી ગાર્ડે ઝડપીને પોલીસને સોપ્યા છે.
પોલીસે બંને સામે ગુનો નોધી સઘન પુછપરછ શરૂ કરી છે. નવરંગપુરામાં રહેતા ડો.પંકજભાઈ રાઠોડ એલડી એન્જીનીયરીગ કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. બુધવારે સાંજના સમયે તેઓ ઘરે હાજર હતા ત્યારે કોલેજની હોસ્ટેલ ડી બ્લોકમાં ફરજ બજાવતા સીકયુરીટી ગાર્ડ સીરાજમાન પઠાણને ફોન આવ્યો હતો કે, ડી બ્લોકના ધાબા પર બે યુવાનો સોલારર વોટર હીટરની પેનલોને પથ્થરથી તોડીને તેમાંથી તાબાની પાઈપોની ચોરી કરી રહયા હતા,
તે સમયે તે બંનેને અમે પકડી પાડયા છે. જેથી પંકજભાઈ તાત્કાલીક હોસ્ટેલ પહોચ્યા હતા. જયાં જઈને બંને શખ્સોની પુછપરછ કરી ત્યારે તેમના નામ દીપક જૈન ઉ.વ.ર૪ રહે. દાહોદ અને મંથન રાઠોડ ઉ.વ.ર૦, રહે. એલીસબ્રીજ હોવાનું જણાવ્યું હતું બંનેને ભેગા થઈને સોલાર વોટર હીટર પેનલોની પ્લેટો પથ્થરથી તોડી તેમાંથી તાબાની ૧૧ જેટલી પાઈપો અને ર૬ જેટલી પટ્ટીઓ કાઢી વેચાણ કરી પૈસા કમાવવાની લાલચે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પંકજભાઈએ આ મામલે ગુજરાત યુનિવસીટી પોલીસને જાણ કરતા પોલીસે બંને સામે ગુનો નોધી તેમની ધરપકડ કરી છે.