Western Times News

Gujarati News

વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો-બારીના કાચ તૂટ્યાં

(એજન્સી) કોલકાતા, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી એક વાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળથી હાવડા ન્યૂ જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગઈ સાંજે ફરક્કાની પાસે મુર્શિદાબાદમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ બારઓનાં કાચ તૂટી ગયા હતા. રાહતની વાત એ છે કે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.

ઈસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ, આ ઘટના શનિવારે સાંજે મુર્શિદાબાદ જિલ્લાના ફરક્કામાં બની હતી. અહીં ફૂલ સ્પીડમાં જઈ રહેલીં ટ્રેનના એક કોચની બારી તૂટી ગઈ હતી. પૂર્વ રેલવેના પીઆરઓએ જણાવ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

આ મામલે તપાસ કરવામાં આવશે. આરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન પર પથ્થરમારા બાદ સી૩ અને સી૬ના કાચ તૂટી ગયા હતા. ટ્રેન જ્યારે ન્યૂ જલપાઈગુડી તરફ જઈ રહી હતી એ સમયે પથ્થમારાની ઘટના બની હતી. બિહારના કટિહારથી પસાર થઈ રહેલી ટ્રેન પર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો.

૨૨૩૦૨ ડાઉન વંદે ભારત એક્સપ્રેસની એસ્કોર્ટ પાર્ટીએ કહ્યું કે, કોચ ૬માં બર્થ નંબર ૭૦ પર યાત્રીઓએ ડાલખોલા તેતલા રેલવે સ્ટેશન પાર કરતી સમયે પથ્થરમારાની જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે, પથ્થરમારાના કારણે સી૬ કોચની બારીના કાચ તૂટી ગયા હતા.

જાન્યુઆરી મહિનામાં આવી કેટલીક ઘટનાઓ બની ચૂકી છે. એ સમયે બદમાશોએ હાવડા ન્યૂ જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ પર હુમલો કર્યો હતો. આવું પાંચમી વખત બન્યું છે કે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય. પશ્ચિમ બંગાળમાં આવી ત્રીજી ઘટના છે. જ્યારે ટ્રેન શરુ થઈ એના બીજા દિવસે માલદામાં અને બીજા દિવસે કિશનગંજમાં ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.