મહુમાં ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની ઉજવણી કરતા લોકો પર પથ્થરમારો

(એજન્સી)ઈન્દોર, મધ્ય પ્રદેશના ઈન્દોરના મહુમાં રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ જે ઉજવણી થઈ તે દરમિયાન બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ. જશ્ન મનાવી રહેલા લોકો પર બીજા સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો.
આ ઘટના શહેરના જામા મસ્જિદની પાસે ઘટી. જોત જોતામાં તો વિવાદ એટલો વધી ગયો કે અનેક દુકાનો અને ગાડીઓમાં આગચંપી થઈ. વિવાદના કરાણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
મળતી માહિતી મુજબ મહુ વિસ્તારમાં ભારતની જીત બાદ લોકોએ જીતનું જૂલુસ કાઢ્યું. આ જૂલુસ જ્યારે મસ્જિદ પાસે પહોંચ્યુ તો બે પક્ષો વચ્ચે ગરમા ગરમી થઈ. જોતજોતામાં તો હિંસક રૂપ ધારણ કરી લીધુ. ઉપદ્રવીઓએ જશ્ન મનાવી રહેલા લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા. ત્યારબાદ વાહનોમાં તોડફોડ કરવા માંડી.
બે ગાડીઓ અને બે દુકાનોમાં આગ પણ લગાવી દીધી. મામલો એટલો વધી ગયો કે પોલીસે ત્યાં પહોંચીને લાઠીચાર્જ કરવો પડ્યો. ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા. સ્થિતિને કાબૂમાં કરવા માટે ઈન્દોર ગ્રામીણ અને ઈન્દોર શહેર પોલીસ ફોર્સ ઘટના સ્થળે તૈનાત કરાઈ. મામલાને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો.
આ ઉપરાંત સેનાના જવાનો પણ તૈનાત કરાયા. પોલીસે જણાવ્યું કે હાલ સ્થિતિ કાબૂમાં છે પરંતુ વધારાની પોલીસ ફોર્સ તૈનાત રહેશે. આ સાથે ઘટનામાં સામેલ લોકોની ઓળખ થઈ રહી છે અને આરોપીઓ પર કડક કાર્યવાહી કરાશે.