પોલિસે રાતભર કોમ્બિંગ કરી પથ્થરમારો કરનાર 20થી વધુની કરી અટકાયત

રામનવમી શોભાયાત્રા પર અસામાજિક તત્વોનો પથ્થરમારો
(એજન્સી)વડોદરા, વડોદરા શહેરમાં વધુ એક શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે ફતેપુરા વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ત્યારે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
રામનવમી ના તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં નીકળેલ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના માં પોલીસે દ્વારા કોમ્બિંગ કરી અત્યાર સુધીમાં 20 થી વધુ શંકાસ્પદ લોકોની અટક કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ FIR કરવાની તેમજ અન્ય આરોપીઓને પકડવાની કામગીરી આખી રાત ચાલુ રહી હતી.
Late night combing continues #Vadodara pic.twitter.com/uZZphJDGOj
— Our Vadodara (@ourvadodara) March 30, 2023
આ ઘટનામાં અંદાજે ત્રણથી ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, પથ્થરામારાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ તંગ જાેવા મળી રહ્યું છે.
વડોદરા શહેરના અન્ય એક વિસ્તાર યાકુતપુરા વિસ્તારમાં માહોલ તંગ છે. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સહિત કમિશનર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે બનતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી.
#WATCH | Gujarat: Ruckus during another 'Rama Navami Shobha Yatra' in Vadodara. The incident occurred today in Fatehpur road area. Police personnel on the spot. pic.twitter.com/o13UUbRkjf
— ANI (@ANI) March 30, 2023
રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન આ યાત્રા ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોંચી ત્યારે જૂથ અથડામણ થયુ હતુ. આમાં પથ્થરમારો પણ થયો હતો. જેમા રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા તે ખંડિત બની હતી. જાેકે, પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો.
જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ હતી.આ જૂથ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરાવામાં આવી છે. કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે.
કારેલીબાગના ભૂતડીઝાપા વિસ્તારમાં પથ્થરમારો થતા પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાંજરીગળ મહોલ્લા નજીક પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટોળાએ વાહનોની સાથે દુકાનોમાં તોડફોડ કરીને માહોલમાં ભય ઊભો કર્યો હતો.
Stones were pelted in Vadodara during the #RamNavami procession. Around 15-17 people have been caught. The accused are being identified with the help of CCTV. Additional force has been sent to Vadodara. Strict action will be taken against stone pelters: Gujarat Home Minister Harsh Sanghavi