‘ઈવીએમના નામે રડવાનું બંધ કરો અને ચૂંટણી પરિણામો સ્વીકારો’
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર કોંગ્રેસ પાર્ટીના તીવ્ર વાંધાને ફગાવી દીધો છે.
ભાજપના બચાવમાં તેમણે પુનરોચ્ચાર કરતા કોંગ્રેસને કહ્યું કે, જ્યારે તમે જીતો છો ત્યારે તમે ચૂંટણી પરિણામોને સ્વીકારી શકતા નથી અને જ્યારે તમે હારી જાઓ છો ત્યારે ઈવીએમને દોષ આપો છો.
અબ્દુલ્લાએ શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તમારી પાસે સંસદના ૧૦૦થી વધુ સભ્યો સમાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરે છે અને તમે તેને તમારી પાર્ટીની જીત તરીકે ઉજવો છો, તો તમે થોડા મહિનાઓ પછી એવું ન કહી શકો કે ‘અમને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પસંદ નથી કારણ કે હવે ચૂંટણીના પરિણામો અમારી ધારણા મુજબ નથી આવી રહ્યા.
અબ્દુલ્લાએ કહ્યું કે, જો પાર્ટીઓને વોટિંગ સિસ્ટમમાં વિશ્વાસ ન હોય તો તેમણે ચૂંટણી ન લડવી જોઈએ. બીજી તરફ ભાજપ પ્રવક્તા લાગો છો તેવું પૂછતાં અબ્દુલ્લાએ કહ્યું કે, “ભગવાન ના કરે!” તેમણેર કહ્યું કે ના, બસ એટલું જ છે, જે સાચું છે તે સાચું છે. તેમણે કહ્યું કે તેઓ પક્ષપાતી નિષ્ઠા કરતાં સિદ્ધાંતો પર આધારિત બોલે છે.
તેમણે સેન્ટ્રલ વિસ્ટા જેવા ઈન્ળાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટેના પોતાના સમર્થનને તેમની સ્વતંત્ર વિચારસરણીના ઉદાહરણ તરીકે ગણાવી હતી.ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, બધા જે માને છે તેનાથી વિપરીત, મને લાગે છે કે દિલ્હીમાં આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથે જે થઈ રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે.
હું માનું છું કે નવું સંસદ ભવન બનાવવું એ એક ઉત્તમ વિચાર હતો. અમારે સંસદની નવી ઇમારતની જરૂર હતી, કારણ કે, તે જૂની થઈ ગઈ હતી.નોંધનીય છે કે, અબ્દુલ્લાની ટિપ્પણીઓ તેમની નેશનલ કોન્ફરન્સ પાર્ટીની કોંગ્રેસ સાથે નારાજગીમાં વધારો કરે છે, જે સપ્ટેમ્બરમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેની સાથે ગઠબંધન હતી.
અબદુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામોને ધ્યાનમાં લીધા વિના ચૂંટણી મશીનો સમાન રહે છે, અને પક્ષોએ હાર માટે અનુકૂળ બહાના તરીકે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
એક દિવસ મતદારો તમને પસંદ કરે છે, બીજા દિવસે તેઓ નહીં કરે, એમ તેમણે કહ્યું અને સપ્ટેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી જીતીને લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવાનો પોતાનો દાખલો આપ્યો. તેમણે કહ્યું કે, મેં ક્યારેય મશીનોને દોષી ઠેરવ્યા નથી.SS1MS