સુશાંત વિશે વાત કરવાનું બંધ કરઃ અંકિતાની માતા
મુંબઈ, અંકિતા લોખંડે ઘણીવાર ‘બિગ બોસ ૧૭’ના ઘરમાં તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી જોવા મળે છે. પરંતુ તેના પતિ વિકી જૈનના પરિવારને અંકિતા આ રીતે સુશાંત વિશે વાત કરે તે પસંદ નથી. આ જ કારણ છે કે અંકિતા લોખંડેની માતાએ તેની પુત્રીને ચેતવણી આપી છે કે તે શોમાં તેના એક્સ બોયફ્રેન્ડ વિશે વાત ન કરે. બિગ બોસમાં શરૂ થયેલા ‘ફેમિલી સ્પેશિયલ વીક’માં અંકિતા લોખંડેની માતા વંદના લોખંડેએ સૌથી પહેલા ઘરમાં એન્ટ્રી કરી હતી.
પોતાની પુત્રી સાથે સમય વિતાવતી વખતે અંકિતાની માતાએ તેને વિકી સાથે નમ્રતાથી વર્તન કરવાની સલાહ આપી હતી. નેશનલ ટીવી પર આ રીતે બંને એકબીજા સાથે ઝઘડતા બહાર સાવ ખોટો મેસેજ આપી રહ્યા છે. આ દરમિયાન વંદના લોખંડેએ તેની પુત્રીને સમજાવતા એમ પણ કહ્યું કે અંકિતાએ તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે હવે વિકી જૈન તેનો પતિ છે અને તે સુશાંત વિશે આ રીતે વાત કરે છે તે વિકીના પરિવારને પસંદ નથી. તેની માતાની વાત સાંભળ્યા બાદ અંકિતા લોખંડેએ આ સમગ્ર મામલે ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો હતો.
અંકિતાએ કહ્યું કે મેં ક્યારેય સુશાંત વિશે આટલી વાત કરી નથી, મુનાવર અને અભિષેક મને તેના વિશે પૂછતા રહે છે અને અભિષેક સુશાંતનો મોટો ફેન છે. હું ફક્ત તેને કહું છું કે તે કેટલો ટેલેન્ટેડ હતો.
પરંતુ અંકિતાની માતાએ તેની પુત્રીને રોકી અને કહ્યું કે તે આ વિશે વધુ વાત કરવા માંગતી નથી અને અંકિતાએ પણ હવેથી ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની માતાની વાત સાંભળીને અંકિતાએ પણ તેને કહ્યું કે તે ભવિષ્યમાં આવી વાત નહીં કરે અને તે પૂરી કોશિશ કરશે કે વિકીના પરિવારને તેની હરકતોથી કોઈ પ્રકારની શરમ ન અનુભવાય.SS1MS