Western Times News

Gujarati News

કલોલ રેલવે સ્ટેશન પર 3 એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ અપાયું

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ -ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરે કરાવ્યો શુભારંભ 

ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પંજાજી ઠાકોરે અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશન પર તારીખ 08.12.2023 ના રોજ ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દૌલતપુર ચોક, ટ્રેન નંબર 19223/19224 અમદાવાદ-જમ્મૂતવી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22931/22932 બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કર્યો. આ ત્રણ ટ્રેનોના સ્ટોપેજથી કલોલ શહેરની આસપાસના ગામોની જનતાને વિવિધ મહત્વપૂર્ણ શહેરોમાં જવા માટે સીધી ટ્રેન ઉપલબ્ધ થશે. જેનાથી લોકોના સમય અને પૈસાની પણ બચત થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1.  ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ (દૈનિક)

ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસનો 08.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.00/10.02 કલાક રહેશે. આ રીતે ટ્રેન નંબર 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 14.28/14.30 કલાક રહેશે.

2.  ટ્રેન નંબર 19223/19224 અમદાવાદ-જમ્મૂતવી એક્સપ્રેસ (દૈનિક)

ટ્રેન નં.19223 અમદાવાદ-જમ્મૂતવી એક્સપ્રેસનો 08.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 11.38/11.40 કલાક રહેશે. આ રીતે ટ્રેન નંબર 19224 જમ્મૂતવી-અમદાવાદ એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.35/12.37 કલાક રહેશે.

3.  ટ્રેન નંબર 22931/22932 બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ (સાપ્તાહિક)

ટ્રેન નં. 22931 બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસનો 08.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.15/20.17 કલાક રહેશે. આ રીતે ટ્રેન નંબર 22932 જૈસલમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનો 10.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 05.54/05.56 કલાક રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.