પત્નીનો અભ્યાસ અટકાવી દેવાનું કૃત્ય ક્રૂરતા ગણાયઃ મધ્યપ્રદેશ હાઈકોર્ટ

ભોપાલ, લગ્ન બાદ પત્નીને ઉચ્ચ અભ્યાસ નહીં કરવા દેનારા પતિ અને સાસરીયાઓને કૃત્યને ક્‰રતા ઠરાવતા મધ્ય પ્રદેશ હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ પરિણીતાને છૂટાછેડા માટે હકદાર ઠરાવી હતી.
શિક્ષણના અધિકારને બંધારણની કલમ-૨૧ હેઠળ અપાયેલા જીવનના અધિકારમાં મહત્ત્વનો ભાગ ગણાવી ગૌરવપૂર્ણ જીવન માટે અનિવાર્ય ગણાવ્યું હતું. ધોરણ-૧૨ ભણેલી યુવતીને લગ્ન બાદ પતિ અને સાસરીયાઓ ઉચ્ચ અભ્યાસ કરવા દેતા ન હતા, જેના પગલે તેણે છૂટાછેડા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક રુસિયા અને જસ્ટિસ ગજેન્દ્ર સિંઘની બેન્ચે અરજદાર મહિલાની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી. હાઈકોર્ટે નોંધ્યુ હતું કે, પત્નીને અભ્યાસ છોડવાની ફરજ પાડવી અથવા અભ્યાસ ન કરી શકે તેવા સંજોગો ઊભા કરવાથી લગ્નજીવનની શરૂઆતમાં જ તેના સપના પડી ભાંગે છે.
પત્નીના શિક્ષણ માટે પોતાની જાતમાં સુધારો કરવા તૈયાર ન હોય તો આ કૃત્ય માનસિક ક્‰રતા છે અને આ પગલાથી હિન્દુ મેરેજ એક્ટ,૧૯૫૫ હેઠળ છૂટાછેડા મળી શકે છે.
પ્રસ્તુત કેસમાં, અરજદાર મહિલાના લગ્ન ૨૦૧૫ના વર્ષમાં થયા હતા. તે સમયે મહિલાએ ધોરણ ૧૨ પાસ કર્યુ હતું અને વધુ અભ્યાસ કરવાની તેની ઈચ્છા હતી. સાસરીયાઓએ તેને ઉચ્ચ અભ્યાસની મંજૂરી આપી ન હતી અને દહેજ માટે ત્રાસ આપ્યો હોવાનો દાવો પત્નીએ કર્યાે હતો.
પત્નીએ કરેલી અરજીના વિરોધમાં પતિ તરફથી દલીલ થઈ હતી કે, તેઓ ઉચ્ચ અભ્યાસની વિરુદ્ધમાં ન હતા. બીએસ.સીના કોર્સમાં પત્નીને જરૂરી ખર્ચ આપ્યો હતો અને તેને અભ્યાસ માટે મંજૂરી આપી હતી.
આ સાથે દહેજ અને ઘરેલુ હિંસાના આરોપો પણ પતિએ નકાર્યા હતા. ૨૦૨૦માં ફેમિલી કોર્ટે પતિની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.પરિણીતાએ કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યાે હતો. જો કે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બહાર આવ્યું હતું કે, પતિ અશિક્ષિત હતા અને પત્નીના અભ્યાસનો ખર્ચ નહીં ઊઠાવ્યો હોવાનું તેમણે પોતે સ્વીકાર્યુ હતું.SS1MS