અમેરિકામાં તોફાન ઇયાને મચાવી તબાહી, અત્યાર સુધી ૭૦થી વધુ લોકોના મોત
ફ્લોરિડા, અમેરિકાના ફ્લોરિડા અને ઉત્તરી કૈરોલિનામાં ઇયાન તોફાનથી મૃત્યુ પામનારની સંખ્યા ૭૦થી વધુ થઈ ગઈ છે. તેમાંથી માત્ર ફ્લોરિડામાં ૪૫ શંકાસ્પદ મોતની માહિતી છે. ઇયાન તોફાને બુધવાર અને ગુરૂવારે ફ્લોરિડામાં તબાહી મચાવ્યા બાદ શુક્રવારે અમેરિકી રાજ્ય દક્ષઇમ કૈરોલિનામાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે શનિવારે દક્ષિણ-મધ્ય વર્જીનિયા તરફ જતું રહ્યું હતું.
આ જાણકારી રવિવારે એનસીબી ન્યૂઝે સત્તાવાર આંકડા અને પોતાના રિપોર્ટના આધારે આપી છે. એનબીસીએ કહ્યું કે શનિવારે આ તોફાનથી મૃત્યુ પામનારની સંખ્યા ૭૭ થઈ ચુકી છે અને આ આંકડો વધી શકે છે. અમેરિકાના મીડિયાએ શુક્રવારે કહ્યું હતું કે ફ્લોરિડામાં ઇયાન તોફાનથી ઓછામાં ઓછા ૪૫ શંકાસ્પદ મોતની સૂચના છે.
ફ્લોરિડામાં ઇમજરન્સી મેનેજમેન્ટના ડાયરેક્ટર કેવિન ગુથરીએ કહ્યુ કે રાજ્યમાં ઇયાન તોફાનથી એક મોતની પુષ્ટિ થઈ છે જ્યારે ૨૦ અપુષ્ટ મોતની તપાસ ચાલી રહી છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડેન્સેટિસ અનુસાર ઇયાન ફ્લોડિરામાં બુધવારે પહોંચ્યા બાદ ઓછામાં ઓછા ૧૧૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. તોફાનના કારણે ઘણા લોકો લાપતા પણ થયા છે.
તોફાનને કારણે રાજ્યના ૧૯ લાખ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે. અમેરિકી મીડિયા અનુસાર શુક્રવારે દક્ષિણ કૈરોલિનામાં બે લાખથી વધુ અને ઉત્તરી કૈરોલિનામાં ૧.૩૮ લાખથી વધુ વીજળી કટ કરવામાં આવી. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને દક્ષિણ કૈરોલિનામાં ઇમરજન્સીની જાહેરાત કરી અને કહ્યું કે ઇયાન તોફાન ફ્લોરિડાના ઈતિહાસમાં સૌથી ઘાતક તોફાન સાબિત થઈ શકે છે.HS1MS