વિચીત્ર કિસ્સોઃ હવે રોબોટે કર્યો આપઘાત !?
સિઓલ, વિશ્વભરમાંથી આપઘાતના અનેક મામલા સામે આવે છે. ટેક્નોલોજીના આ યુગમાં આપઘાત કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દેશ પોત-પોતાની રીતે આ સમસ્યાનો સામનો કરવા માટે લોકોની ન માત્ર કાઉન્સેલિંગ કરે છે પરંતુ તેમને દવાઓ દેવારા પણ સારવાર આપે છે.
પરંતુ હવે આત્મહત્યાનો એક એવો મામલો સામે આવ્યો છે જેણે તમામને ચોંકાવી દીધા છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે. અહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક રોબોટે આપઘાત કરી લીધો છે. સેન્ટ્રલ સાઉથ કોરિયામાં નગર પાલિકાએ જાહેરાત કરી છે કે, તે એક કેસની તપાસ કરશે જેમાં રોબોટ ખુદ પગથિયાં પરથી કૂદી ગયો.
એક અહેવાલ પ્રમાણે આ રોબોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામમાં મદદ કરી રહ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમના એક અધિકારીએ જણાવ્યું કે રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના રહેવાસીઓને વહીવટી કામમાં મદદ કરી રહ્યો છે. તે ગત અઠવાડિયે પગથિયાંની નીચે નિÂષ્ક્રય હાલતમાં મળી આવ્યો હતો. એનો અર્થ એ કે, તે એક્ટિવ નહોતો.
અધિકારીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓએ રોબોટને કૂદી જતાં પહેલાં આમ-તેમ ફરતા જોયો હતો, જેમ કે કંઈક ગડબડ હોય એમ. ઘટનાની પરિસ્થિતિ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના કારણે તણાવમાં હતો.