Western Times News

Gujarati News

રખડતા ઢોર જાેવા મળશે અને લાયસન્સ નહીં હોય તો કડક કાર્યવાહી

અમદાવાદમાં આજથી ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ

અમદાવાદ, રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉઘડો લેતા એએમસી દ્વારા તાત્કાલિક ધોરણે ઢોર પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી હતી જેના માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

૧ સપ્ટેમ્બથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમલીકરણ શરૂ થઈ જશે. ૧ સપ્ટેમ્બરથી લઈને ૯૦ દિવસ સુધી ઢોર માલિકોને પોતાના પશુઓને રાખવા માટે લાયસન્સ, પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવેથી પોતાના પશુઓને રાખવા માટે પોતાની માલિકીની અથવા ભાડાની જગ્યા હોવી ફરજીયાત છે.

જાે પશુઓ રાખવા માટેની જગ્યા નહીં હોય તો પોતાના પશુઓને શહેરમાંથી દૂર અન્ય જગ્યાએ ખસેડવાના રહેશે. ૯૦ દિવસ બાદ જાે કોર્પોરેશનના  વિભાગ દ્વારા રખડતા પશુઓ મળી આવશે અને લાયસન્સ નહીં હોય તો તેના પશુ પરત આપવામાં આવશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનું અમલીકરણ ૧ સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે. ઢોર માલિકો પોતાનાં પશુઓ રાખવા માટેના લાયસન્સ અને પરમિટ મેળવવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટરો અને

વિભાગની મુખ્ય ઓફીસ ખાતે તેઓ લાયસન્સ-પરમિટની પ્રક્રિયા કરાવી શકશે. ૯૦ દિવસ દરમિયાન રખડતા ઢોર પોલિસી અંગેની તમામ પ્રક્રિયા મુજબ ઢોર માલિકોએ કાર્યવાહી કરવાની રહેશે. ૯૦ દિવસ બાદ એટલે કે ડિસેમ્બર મહિનાથી જાે રોડ ઉપર રખડતા ઢોર જાેવા મળશે અને તેનું લાયસન્સ નહીં હોય તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

જે પશુ માલિકો ૧૦-૧૫ પશુઓને વ્યવસાયિક હેતુથી રાખે છે. જેમ કે પોતાના પશુઓનું દૂધ કોઈ ડેરીને કે બહાર વેચાણ કરે છે તો આવા પશુઓ રાખનાર પશુ માલિકે લાયસન્સ લેવું પડશે. જ્યારે જે લોકો પોતાની જગ્યામાં પોતાના ઘરની બહાર પશુઓ રાખે છે અને પોતાના પારિવારિક કે અન્ય કારણોસર ઢોર રાખે છે તો તેવા લોકોએ પરમિટ લેવાની રહેશે. દરેક ઢોરનું રજીસ્ટ્રેશન, લાઇસન્સ અને પરમિટ હવે ફરજિયાત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.