Western Times News

Gujarati News

રખડતા કુતરાના ત્રાસ નિવારણ માટે નગરજનો અને મહાનગરપાલિકાનું સંયુક્ત અભિયાન

(પ્રતિનિધિ) ગાંધીનગર,  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા કુતરાની વસ્તી નિયંત્રણ અંતર્ગત જાહેર નાગરિકોને જણાવવાનું કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા કુતરાની વસ્તી નિયંત્રણ કાર્યર્ક્મ ભારત સરકારની એનીમલ બર્થ કંટ્રોલ(૨૦૦૧) યોજના હેઠળ અમલમાં છે.

જે અંતર્ગત માન્યતા પ્રાપ્ત સંસ્થાને ખસીકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાથી નિયુક્ત કરી કામ સોંપવામાં આવે છે. સદર યોજનાનો હેતુ લાંબા ગાળે કુતરાઓની વસ્તી નિયંત્રણ અને હડકવા રોગ નિયંત્રણનો છે.

ભારત સરકાર દ્વારા રખડતાં કુતરાઓની સારસંભાળ/ખસીકરણ અંગેની કાયદાકીય જાેગવાઈ
૧. રખડતા કે ગલીના કુતરા ને મારવા કે હાંકી કાઢવા દંડનીય/સજાને પાત્ર છે.

વધુમાં વધુ તેઓનું વંધ્યીકરણ,રસીકરણ કરી શકાય. ૨. સરકારની નીતિ “એનીમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ-૨૦૦૧” પ્રમાણે તેઓનું વંધ્યીકરણ,હડકવા વિરોધી રસીકરણ કરી લીધા બાદ જે વિસ્તારમાંથી પકડવામાં આવેલ હોય તે જ વિસ્તારમાં પરત છોડવા ફરજિયાત છે.

કોઈપણ વ્યકિત કે રહીશ કે જે આનો વિરોધ અથવા કોઈપણ પ્રકારની દખલ કરે તે કાયદા દ્વારા દંડનીયપાત્ર છે.

૩.વંધ્યીકરણ ઓપરેશન કર્યા બાદ તે કુતરાના એક કાન પર ‘ફ’ ટાઈપનો કાપો (કાયમી ઓળખ માટે) મુકવામાં આવે છે. ૪. કોઈપણ કાયદો રખડતાં કે ગલીના કુતરાને ખોરાક આપતા અટકાવતો નથી. જે લોકો કુતરાને ખોરાક કે પોષણ આપતાં વ્યક્તિઓને કનડતા હોય કે પરેશાન કરતાં હોય તે કાયદાકીય રીતે સજાને પાત્ર છે.

જેનું સમર્થન ઉચ્ચ ન્યાયાલયો તથા એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (છઉમ્ૈં) દ્વારા કરવામાં આવે છે. ૫. પ્રાણીઓ જાેડેનાં કોઈપણ ક્રુરતાપુર્ણ વ્યવ્હારની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરી શકાશે. ૬.છમ્ઝ્ર પ્રોજેક્ટમાં કામ કરતી સંસ્થા શેલ્ટર ચલાવે છે. જેથી કુતરા લઈ જઈને બીજે છોડી તેમજ મૃત પ્રાણીને લઈ જવા માટે નથી.જેની ખાસ નોંધ લેશો. ૭. હડકાયા કુતરાને પક્ડયા બાદ , છમ્ઝ્ર રૂલ્સ મુજબ ઓબ્ઝર્વેશન પિરિયડમાં રાખવામાં આવે છે. અને જરૂર જણાય તો ગાઈડલાઈન અનુસાર તેનો નિકાલ કરવામાં આવે છે.

૮.  પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા નિયત સમયાંતરે જીલ્લા કક્ષાની (જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી) કમિટી દ્વારા સ્થળ તપાસ કરી કરવામાં આવે છે, તથા રૂલ્સ (૨૦૦૧) અન્વયે છમ્ઝ્ર મોનિટરીંગ કમિટી દ્વારા નિયત સમયગાળે મીટીંગનું પણ આયોજન કરવામાં આવે છે.

“ભારત સરકાર દ્વારા રખડતાં કુતરાઓ માટે કાયદાકીય જાેગવાઈ અને સુવિધાની જાણકારી , જાગ્રુતિ માટે આ અભિયાન માનવ જાતિ અને પ્રાણીઓના શાંતિપુર્ણ સહ-અસ્તિતવને સ્થાપવા માટે ઘડવામાં આવેલ છે.” જેમાં આપ સૌને સાથ અને સહકાર આપવા વિનંતી છે. જાહેર નાગરિક રખડતાં કુતરાઓની ફરીયાદ સંપુર્ણ વિગતસહ ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૮૦ ૧૮૧૮ ઉપર નોંધાવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.