૨ વર્ષની બાળકીને કૂતરાઓએ 40 બચકા ભરતા સર્જરી કરવી પડી
સુરતમાં ૨ વર્ષની બાળકી પર એકસાથે ૩ શ્વાનનો હુમલો
(એજન્સી) સુરત, શહેરમાં સતત કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખજાેદ વિસ્તારમાં બાળકી પર એકસાથે ૨થી ૩ કૂતરાઓએ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન બાળકી નિઃસહાય જાેવા મળી હતી. રિપોર્ટ્સ પ્રમાણે શ્વાનોએ ૪૦ જેટલા બચકા ભરી લીધા હતા. stray dogs brutally attacks minor girl in surat
જેના કારણે તેની સ્થિતિ ગંભીર થઈ જતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અત્યારે તેની સર્જરી પણ કરવી પડી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
સુરતના ખજાેદ વિસ્તારમાં શ્વાનોએ અચાનક જ બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીને એકપછી એક ૪૦ જેટલા બચકા ભરી લીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમના પગલે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. જ્યારે બીજી બાજુ બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર આપવા માટે હોસ્પિટલ લઈ જવી પડી હતી.
અહીં કેની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે ગંભીર ઈજાના પરિણામે બાળકીને એક્સરે માટે ખસેડવામાં આવી હતી. અહીં તેની સર્જરી થઈ અને ત્યારપછી જાણવા મળ્યું કે તેની સ્થિતિ વધુ ખરાબ ન થાય એના માટે તાત્કાલિક ધોરણે સર્જરી કરવી પડશે.
જાેકે સર્જરી પછી તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આવ્યું નથી. મીડિયા અહેવાલો પ્રમાણે બાળકીને હજુ સુધી સર્જરી વોર્ડમાં જ રાખવામાં આવી છે. તેની સ્થિતિ સ્થિર છે તથા શરીરના ૩૦થી વધુ ભાગોને ઈજા પહોંચી છે.
બાળકી રમતા રમતા ઘરની બહાર પહોંચી ગઈ હતી. જેને જાેતા એકાએક જ તેની પાછળથી ૩ શ્વાન અહીં આવી પહોંચ્યા હતા. બાળકી તે સમયે ડઘાઈ ગઈ અને જાેતજાેતામાં તેને એકલી જાેઈને ૩ શ્વાનોએ તેના પર હુમલો કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ આધારે ડોકરના જણાવ્યા પ્રમાણે બાળકીને ૩૫ જેટલા શરીર પર ઈજાના નિશાન છે.
એટલું જ નહીં સૌથી વધુ ઈજા તેને માથા અને છાતિ પર પહોંચી છે. અત્યારે બાળકીને ઈન્જેક્શન આપવાથી લઈ તમામ પ્રાથમિક સારવાર આપી દેવાઈ છે. તથા સર્જરી વિભાગમાં હજુ દાખલ છે. તેના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે બીજી બાજુ શ્વાનોને પકડવાની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.
બાળકી ઉપર ત્રણ શ્વાનોના હુમલાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે તેમજ સ્ટ્રીટ ડોગોને લઈને મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે બીજી તરફ કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણની કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહયા છે.